જય શ્રી દ્વારકાધીશ સરસ્વતી વિદ્યાલય મોટાસડા ખાતે શનિવારના રોજ ગુરુપૂર્ણિમા પર્વની રંગભેર ઉજવણી કરવામાં આવી. જેમાં સૌપ્રથમ ગુરુજનો દ્વારા સરસ્વતી વંદના કરવામાં આવી. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તમામ ગુરુજીઓને કંકુ ચોખા દ્વારા તિલક તેમજ પ્રતીક ભેટ અર્પણ કરી પૂજન કરવામાં આવ્યું. આ પ્રસંગે શાળાની વિદ્યાર્થીઓ દ્વારા ગુરુનું મહત્વ સમજાવતું વક્તવ્ય આપવામાં આવ્યું.સાથે સાથે શાળાના શિક્ષક શ્રી કાનજીભાઈ પરમાર, ગામના અગ્રણી કકુસિંહ આંબળા, તેમજ શાળાના આચાર્યશ્રી ડી. ટી રાઠોડ સાહેબ દ્વારા ગુરુનો મહિમા સમજાવવામાં આવ્યો. અંતમાં તમામ વિદ્યાર્થીઓને મો મીઠું કરાવવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષક શ્રી દિપકભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું આ કાર્યક્રમને સફળ બનાવવામાં વહીવટી સ્ટાફથી લઈ સમગ્ર શાળા પરિવારે ખૂબ જહેમત ઉઠાવી
«
Prev
1
/
76
Next
»
જાગૃત નાગરિક દ્વારા દેશી દારૂની ભઠ્ઠીઓ નો વિડ્યો વાયરલ કરી પોલીસની પોલ ખોલ્લી
મોરબીમાં Jalaram Jayantiની ભવ્ય ઉજવણી માટે તડામાર તૈયારીઓનો આરંભ
22 કલાક વીત્યા છતાં મોરબી પાડા પુલ ઉપરથી ઝંપલાવનાર યુવાનના મૃતદેહ ન મળતા પરિવારજનોમાં આક્રોશ,