GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

હાલારના સુપ્રસિદ્ધ સતપુરણધામમાં ગુરૂપુર્ણિમા ઉજવાઇ

 

સતપૂરણધામ ધૂનડા આશ્રમ ખાતે ગુરૂ પૂર્ણિમા મહોત્સવ યોજાયો
જામનગર (ભરત ભોગાયતા)
 જામનગર જીલ્લાના  જામ જોધપુર તાલુકાના ધુનડા મુકામે આવેલસતપૂરણધામ આશ્રમ મુકામે તા.૨૧/૭/ર૪ રવિવારના રોજ ગુરૂ પૂર્ણિમા મહોત્સવનું ભવ્ય આયોજન સદગુરૂ જેન્તીરામ બાપાના સાનિધ્યમાં કરવામાં આવ્યું  હતુ જેમાં સવારે ૯-૦૦ વાગ્યે ગુરૂ પૂજન માં વિશાળ સંખ્યામાં ભાવિકજનો ગુરુ પુજન કાર્યકમમાં ઉપસ્થિત રહ્યા ૧૦-૦૦ વાગ્યે સત્સંગ સભા,બપોરે ૧૨-૩૦ ભોજન પ્રસાદ સાંજે ૫-૦૦ સંધ્યા સત્સંગ, સાંજે ૦૭- ૩૦ કલાકે ભોજન પ્રસાદ, રાત્રે ૯-૦૦ વાગ્યે સત્સંગ સભા તેમજ રાત્રે ૧૦-૩૦ કલાકે સંતવાણી અને લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યકમામાં મુંબઈ અમદવાદ રાજકોટ જામનગર સુરેન્દ્રનગર સહિત ના ગામો થી ભક્તજનો પધાર્યા હતા આ તમામ કાર્યક્રમોનો લાભ લેનાર ભક્તજનોને સત પરિવાર દ્વારા ભક્તિ માર્ગ અને કર્મયોગ માટે અનુરોધ કરવામાં આવ્યો હતો
 પૂ. બાપામા અનેરીવઆસ્થા ધરાવતા જાગતા પ્રહરી અશોક ઠકરાર એ  સાદી ભાષા મા ભક્તિની આહલેક જગાવનાર પૂ. જેન્તીરામ બાપા ખૂબજ લોકપ્રિય હોવાનુ જણાવી સંસારમા રહીને પરમનુ સ્મરણ કરતા શીખવે છે તેમ ઉમેર્યુ હતુ
પૂજ્ય બાપા ના પ્રવાસ પધરામણી વગેરે નુ આયોજન કરતા અને પુજ્ય બાપાના અનુયાયી તેમજ ધીરજ અને ખંત થી નામ સ્મરણ સાથે અદભૂત છતાય સરળ વ્યક્તિત્વ ધરાવતા શ્રી સતિષભાઇ એ જણાવ્યુ હતુ કે ધર્મ ધ્યાન ની આહલેક જગાવનાર પૂજ્ય બાપા એ અનેકને જીવન સફળ બનાવવાના વ્યવહારૂ ગુરૂમંત્ર સાથે ઉકેલ આપ્યા હોઇ ખૂબ બહોળા વર્ગને પૂ. જેન્તીરામબાપામાં અખૂટ શ્ર્રદ્ધા છે

Back to top button
error: Content is protected !!