AHAVADANGGUJARAT

નવસારી ખાતે વિદેશ રોજગાર અને અભ્યાસ કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- ડાંગ
મદદનીશ નિયામક રોજગાર કચેરી વડોદરા તથા જિલ્લા રોજગાર કચેરી નવસારીના સંયુક્ત ઉપક્રમે આઇ. ટી.આઇ. ગણેશ સિસોદ્રા તથા આઇ. ટી.આઇ. જલાલપોર ખાંભલાવ  ખાતે વિદેશ રોજગાર અને અભ્યાસ કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયો જેમાં વિવિધ રોજગાર લક્ષી ઓનલાઈન અનુબંધમ તેમજ એનસીએસ પોર્ટલ તેમજ સ્વામી વિવેકાનંદ સંરક્ષણ ભરતી પૂર્વેની નિવાસી તાલીમ યોજના અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે ઓવરસિસ કાઉન્સિલર દ્વારા વિદેશ રોજગાર તથા અભ્યાસને લગતા વિષય ઉપર માર્ગદર્શન આપવામા આવ્યુ જેમા મુખ્યત્વે પાસપોર્ટ અરજી, વિદેશ અભ્યાસ માટે લોન, વર્ક પરમિટ, અંગ્રેજી વિષય ની વિવિધ પરીક્ષા, તથા  સેફ એન્ડ લીગલ માઇગ્રેસન વિશે સમજ આપવામા આવી તથા કાઉન્સેલર શ્રીમતી હેતલબેન પરમાર તથા શ્રી ધ્રુવલભાઈ ટંડેલ દ્વારા કચેરી ની તમામ કામગીરી નામ નોંધણી પ્રક્રિયા, રોજગાર ભરતી મેળા,સ્વરોજગાર લોન સહાય યોજના અંગે માર્ગદર્શન આપવામા આવ્યુ . ઉપરોક્ત કાર્યક્રમમાં  આઈ.ટી.આઈ. ગણેશ સિસોદ્રા તથા આઇ.ટી.આઇ. જલાલપુર ખાંભલાવના વિધાર્થીઓ સેમિનારમાં  હાજર રહ્યા હતા .

Back to top button
error: Content is protected !!