GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ખાતે બંધારણ દિન નિમિત્તે ગુજરાત અધિવર્કતા પરિષદ અને મહર્ષિ વિદ્યાલય સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો.

 

તારીખ ૨૬/૧૧/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ મહર્ષિ વિદ્યાલય ખાતે બંધારણ દિવસ નિમિત્તે અધિવ વક્તા પરિષદ પંચમહાલ જિલ્લા દ્વારા તથા મહર્ષિ વિદ્યાલય ના સંયુક્ત ઉપક્રમે બંધારણ દિવસની ઉજવણી અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અધિવ વક્તા પરિષદ ગુજરાત પંચમહાલ દાહોદ મહીસાગર જિલ્લાના સંયોજક હરેન્દ્રસિંહ વીરપુરા તથા અધિવર્કતા પરિષદના કાર્યો વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ અધીવક્તા પરિષદ ગુજરાત પંચમહાલના ઉપાધ્યક્ષ કનુભાઈ ગાંધી તથા બંધારણ ફરજો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને અધિક વક્તા પરિષદ ગુજરાતના પંચમહાલ ઉપાધ્યક્ષ રતલાલ એમ ઉપાધ્યા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી તેમજ મહર્ષિ સ્કૂલના ટ્રસ્ટી પ્રજ્ઞેશભાઈ તથા ભક્તિબેન વરિયા રક્ષાબેન વણકર તથા સેજલબેન સહિત તમામ વિદ્યાર્થી અને શિક્ષક ગણે કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક સહકાર આપી કાર્યક્રમ ને ખૂબ જ સફળ બનાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!