BANASKANTHAPALANPUR

સમતા વિદ્યાવિહાર માધ્યમિક શાળા પાલનપુરમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી

 

બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત સમતા વિદ્યાવિહાર માધ્યમિક શાળા પાલનપુરમાં ભારત વિકાસ પરિષદ દ્વારા આજે ગુરુ વંદન છાત્ર અભિનંદન એટલે કે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી.જેમાં ભારત વિકાસ પરિષદ દ્વારા શ્રી કિરણભાઈ સોની,ગાયત્રીબેન મોદી અને અમિતાબેન સોનીએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી આ કાર્યક્રમમાં સૌપ્રથમ સમુહમાં વંદે માતરમ ગીતનું ગાન કરવામાં આવ્યું ત્યારબાદ પ્રાર્થના અને આવેલ મહેમાનશ્રીઓ અને સંસ્થાના પ્રમુખ શ્રી બાબુભાઈ પી સોલંકી,મહામંત્રી શ્રી હરિભાઈ એન સોલંકી,મેનેજિંગ ટ્રષ્ટિશ્રી જે.સી.ઇલાસરીયા, માધ્યમિક શાળાના ઇન્ચાર્જ આચાર્યશ્રી જગદિશભાઈ,પ્રાથમિક શાળાના આચાર્ય શ્રીમતી ચેતનાબેન જે મકવાણાના હસ્તે દિપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.સમતા વિદ્યાવિહાર માધ્યમિક શાળાના ઇન્ચાર્જ આચાર્યશ્રી જગદિશભાઈએ સ્વાગત પ્રવચન અને ગુરુનું મહત્વ સમજાવ્યું.શ્રી કિરણભાઈ સોનીએ ભારત વિકાસ પરિષદ વિશે સંપૂર્ણ માહિતી આપી.ત્યારબાદ સમતા વિદ્યાવિહાર શાળાની બાળાઓએ આવેલ મહેમાનો અને શિક્ષકગણનું ગુરુ પૂજન કર્યું. શ્રીમતી ગાયત્રીબેન મોદીએ ગુરુ મહિમા વિશે વક્તવ્ય આપ્યું. શ્રીમતી અમિતાબેન સોની દ્વારા શિક્ષકગણ અને વિદ્યાર્થીઓને સમૂહમાં શપથ ગ્રહણ કરાવ્યા. આવેલ મહેમાનો દ્વારા શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને સન્માન પત્ર એનાયત કર્યા હતા.આ સંસ્થાના પ્રમુખશ્રી બાબુભાઈ પી સોલંકીએ સમાજમાં ગુરુનું મહત્વ સમજાવ્યું.આભાર વિધિ શ્રીમતી નિમિષાબેન મોગરાએ કર્યું.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી જગદિશભાઈ પરમારએ કરેલ.

Back to top button
error: Content is protected !!