અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
માલપુર તાલુકામાં વન વિભાગ ની રહેમ નજર હેઠળ વૃક્ષ છેદન પ્રવૃતિ ફૂલીફાલી હોય તેવી ચર્ચાઓ જામી
માલપુરના રૂગનાથપુર સિંચાઈના બેટ ઉપર ઝાડ કપાતા લોકોમાં રોષ,ફોટો થયા વાયરલ
વન વિભાગ કુંભ કર્ણ ની નિદ્રાધીન કે હપ્તા ની ભરમાર માં સમગ્ર માલપુર તાલુકા માં બે રોકટોક વૃક્ષ છેદન પ્રવૃતિ ચાલી રહી હોય તેવી ચર્ચાનો જામી છે સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર નોર્મલ રેન્જ ના કેટલાય સ્ટાફ અને અધિકારીઓની મીઠી નજર હેઠળ આ પ્રવૃતિ ચાલી રહી હોવાના કેટલાક વન વિભાગના કર્મચારીઓ એ નામ નહિ આપવા ની શરતે મોખિકમાં જણાવ્યું હતું એટલું જ નહિ આ અધિકારીઓ એ સીતાફળના સીઝન માં પહેલા સીતાફળ વેચી મારતા હોય છે તેના બાદ માત્ર દેખાવ ખાતર સીતાફળ ની હરાજી કરતા હોય છે તેમાં મોટું કોભાંડ ચાલી રહ્યું છે કેટલાક ફોરેસ્ટર સ્ટાફ વર્ષો થી અડિંગો જમાવી રહ્યા છે તેઓ આ કોભાંડ કરતા હોય છે તેમજ નીલ ગાય નું માંસ પણ ગોધરા ની એક ટીમ દ્વારા મારણ કરી મિજબાની કરવા વેપલો પણ થાય છે તેમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર નો સ્ટાફ સામેલ હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું ત્યારે આજે માલપુર તાલુકાના રૂગનાથપુર સિંચાઈના બેટ વિસ્તારમાંથી બે વૃક્ષો કપાતા શખ્સોને ઝડપી લેવા ગામલોકોએ માંગ કરી છે માલપુર તાલુકાના રૂગનાથપુરના વાત્રક ડેમના સિંચાઈ વિસ્તારમાં આવેલા બેટ વિસ્તારમાં વૃક્ષો મોટાપાયે તૈયાર થયા છે. પરંતુ શખ્સો દ્વારા વૃક્ષોનું નિકંદન કરી મોટાપાયે વેપાર થતો હોવાના આક્ષેપ કરાયા છે. ત્યાં બુધવારે રાત્રિના સમયે શખ્સો બેરોકટોક વૃક્ષોને કટર મશીન દ્વારા કપાઇ રહ્યા હોવાની જાણ થતાં નાગરિકો દ્વારા ઘટના સ્થળે તપાસ કરી હતી. બે વૃક્ષો સ્થળ ઉપર કપાયેલી હાલતમાં મૂકીને શખ્સો પલાયન થયા હતા. જે અંગે જિલ્લા કલેકટર કચેરી દ્વારા ઘટના સ્થળની તપાસ કરી શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરી વિસ્તારમાં વૃક્ષછેદન પ્રવૃત્તિ અટકાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.