હાલોલ:ફરિયાદી પોતાનુ કાયદેસરનું લેણું નિઃશંકપણે પુરવાર કરવામાં નિષ્ફળ જતા રૂ.૧,૦૦,૦૦૦/- ના કેસમાં આરોપીને હાલોલ કોર્ટે નિર્દોષ જાહેર કરી છોડી મૂક્યો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૫.૧૧.૨૦૨૫
હાલોલના ગોધરા રોડ ખાતે રહેતા વિશાલ રાજેન્દ્રસિંહ જાદવ એ રમીઝ અતામહંમદ બાગવાલા વિરૂધ્ધ હાલોલ કોર્ટમા ચેક રિટર્નની ફરીયાદ કરેલ ફરીયાદ મુજબ ફરીયાદી આરોપીને ઓળખતા હોય આરોપીને અંગત કામ માટે નાણાની જરુર પડતાં ફરીયાદી પાસેથી ૧૮/૦૪/૨૦૨૪ના રોજ રૂા.૧,૦૦,૦૦૦/- હાથ ઉછીનાની માંગણી કરતાં આપેલા તે પેટે આરોપીએ ફરીયાદીને આઈ.ડી.એફ.સી.ફર્સ્ટ બેંક, હાલોલ શાખાનો ચેક નં. ૦૦૦૦૦૧ નો તા.૨૪/૦૬/૨૪ ના રોજનો આપેલ જેમા આરોપીએ ફરીયાદીની રુબરુમાં સહી કરી, ચેકમાં રકમ ભરી આપેલ અને સદરહુ ચેક ફંડ ઈનસફીસીયન્ટ ફંડના શેરા સાથે તા. ૨૫/૦૬/૨૪ ના રોજ ચુકવણી થયા વગર પરત ફરેલ અને તેના નાણા ફરીયાદીને મળેલા નથી જેથી ફરીયાદીએ આરોપીને તેમના વકીલ મારફતે રજી.પો.એડી.થી નોટીસ આપી અને ત્યારબાદ મહે.એડીશનલ હાલોલના સીવીલ તથા એડી.યુ.મેજી.શ્રીની કોર્ટમાં ચેક રિટર્નની અંગે ફરીયાદ નોંધાવેલી હતી. આરોપી તરફે વિધ્વાન વકીલ એ.એમ.બાગવાલા હાજર રહી ઉલટ તપાસ કરેલ જેમા મહત્વની હકીકત બહાર આવેલ કે આરોપીએ ફરીયાદીને ગુગલ પે ના માધ્યમથી શુ.૮૧,૨૦૦/- ટુકડે ટુકડે ચુકવી આપેલ છે તેવી હકીકત તથા કહેવાતો ફરીયાદવાળો ચેક તેમની પાસે કહેવાતા વ્યવહારના એક વર્ષ પહેલેથી પડી રહેલ હોવાની હકીકત ફરીયાદીએ સ્વીકારેલ છે.જેથી આરોપી પક્ષે જે બચાવ લીધેલ છે કે, આરોપીએ તા. ૧૭/૦૫/૨૩ ના રોજ ફરીયાદી પાસેથી વ્યાજે શુ. ૪૫,૦૦૦/- લીધેલા અને તેની મુડી અને વ્યાજ સહિત ટુકડે ટુકડે રા. ૮૧,૨૦૦/- ગુગલ પેના માધ્યમથી ચુકવી આપેલ હોવા છતાં એક વર્ષ અગાઉથી પડી રહેલ સીકયુરીટી પેટેના ચેકમાં મનફાવે તેવી વિગતો ભરી વધુ વ્યાજ પડાવવાના ઈરાદે ચેક બેંકમાં નાખી તેનો દુરુપયોગ કરેલ છે તે હકીકત નહી માનવા માટે કોઈ કારણ તેહકીકત બાબતે વિધ્વાન વકીલ એ.એમ.બાગવાલા નાઓએ મુખ્યતવે દલીલ કરી જણાવેલ અને જેથી આરોપીએ કાયદેસરનુ લેણુ ચુકવવા માટે ફરીયાદવાળો ચેક આપેલ નથી અને કહેવાતા ચેકની વિગતો પણ આરોપીએ ભરેલ નથી. જેથી આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવા વિનંતિ કરેલ અને કેસના સમર્થનમા ના.સુપ્રિમકોર્ટ તથા ના.ગુજરાત હાઈકોર્ટના ચુકાદાઓ રજૂ કરેલ જે ધ્યાને લઈ મહે.એડીશનલ હાલોલના સીવીલ તથા એડી.જયુ.મેજી.સાહેબ શ્રી એચ.એચ.વિશ્નોઈ સાહેબનાઓએ આરોપી પક્ષની દલીલો ગાહય રાખી અવલોકન કરેલ ફરીયાદીની વાર્ષિક આવક આશરે રુપિયા સાડા ત્રણ લાખથી ચાર લાખની હશે અને તેમનો વાર્ષિક ખર્ચ રુપિયા સાઈઠથી સીત્તરે હજાર હશે અને તેમની વાર્ષિક બચત રુપિયા દોઢ લાખથી બે લાખ જેવી તેવી હકીકતનો ફરિયાદીએ સ્વીકાર કરેલ છે અને તેમને અન્ય વ્યકિત ઉપર પણ કેસ કરેલા છે તેની રકમ આ ફરીયાદની રકમ સાથે જોતા રા.૩,૩૫,૦૦૦/–જેટલી રકમ થાય છે જે જોતા તેમની ફાઈનાન્સીયલ કેપેસીટી હતી કે કેમ? તે પુરવાર કરેલ નથી કે તેમજ આર્થિક સધ્ધરતા પુરવાર કરવા માટે કોઈ આધાર પુરાવો રજુ કરેલ નથી તથા કહેવાતા નાણા તેમની પાસે હાથ ઉપર હતા તેમજ કહેવાતા નાણા તેઓ કયાંથી લાવેલ કે તેની વ્યવસ્થા કયાંથી કરી તેવી કોઈ હકીકત પણ કોઈ દસ્તાવેજી પુરાવાથી પુરવાર કરેલ નથી.જેથી આરોપી પક્ષે જે બચાવ લીધેલ છે કે, આરોપીએ તા. ૧૭/૦૫/૨૩ ના રોજ ફરીયાદી પાસેથી વ્યાજે રૂા. ૪૫,૦૦૦/- લીધેલા અને તેની મુડી અને વ્યાજ સહિત ટુકડે ટુકડે રા. ૮૧,૨૦૦/- ગુગલ પે માધ્યમથી ચુકવી આપેલ હોવા છતાં એક વર્ષ અગાઉથી પડી રહેલ સીક્યુરીટી પેટેના ચેકમાં મનફાવે તેવી વિગતો ભરી વધુ વ્યાજ પડાવવાના ઈરાદે ચેક બેંકમાં નાખી તેનો દુરુપયોગ કરેલ છે તે હકીકત નહી માનવા માટે કોઈ કારણ નથી. ફરિયાદી પોતાનુ કાયદેસરનું લેણું નિઃશંકપણે પુરવાર કરવામાં નિષ્ફળ જતા હોય, આરોપીને ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ ના ગુના સબબ કસૂરવાર ઠરાવી શકાય નહી. જેથી વિવાદીત ચેક લિગલ એન્ફોર્સીએબલ ડેન્ટ માટેનો હોવાની હકિકત નિઃશંક પણે પુરવાર કરવામાં ફરિયાદ પક્ષ નિષ્ફળ ગયેલ હોય આરોપીને ૧,૯૦,૦૦૦/- ના કેસમાં નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો આદેશ આપ્યો છે.






