હાલોલ:ફરિયાદી પોતાનુ કાયદેસરનું લેણું નિઃશંકપણે પુરવાર કરવામાં નિષ્ફળ જતા રૂ.2,90,000/-ના કેસમાં આરોપીને હાલોલ કોર્ટે નિર્દોષ જાહેર કરી છોડી મૂક્યો
રૂ.2,90,000/–જેવી રકમ એક સાયકલ રીપેરીંગનો ધંધો કરનાર વ્યકિત માટે કોઈ નાની સુની રકમ નથી.વધુમાં આ રકમ હાથ ઉછીની આપવા સક્ષમ હતા તે હકીકત સાબિત કરી શકેલ ન હોય તેવી હકીકત ધ્યાને લઈને આરોપીને નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો આદેશ કરેલ છે.

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨.૧૧.૨૦૨૫
હાલોલના કંજરી રોડ ખાતે રહેતા પીતામ્બર પરશુરામ મુલચંદાણીએ ઇલીયાસ મહમદ ઘાંચી વિરૂધ્ધ હાલોલ કોર્ટમા ચેક રિટર્નની ફરીયાદ કરેલ ફરીયાદ મુજબ ફરીયાદી આરોપીને ઓળખતા હોય આરોપીને અંગત કામ માટે નાણાની જરૂર પડતાં ફરીયાદી પાસેથી જાન્યુઆરી-2024 માં રૂ.2,90,000/- હાથ ઉછીનાની માંગણી કરતાં આપેલા અને આરોપીએ ફરીયાદીને બેંક ઓફ બરોડા કંજરી રોડ શાખા,હાલોલનો ચેક નં.000007 નો ફરીયાદીની રુબરુમાં સહી કરી, ચેકમાં રકમ ભરી આપેલ અને સદરહુ ચેક ફંડ ઈનસફીસીયન્ટ ફંડના શેરા સાથે તા.31/07/24 ના રોજ ચુકવણી થયા વગર પરત ફરેલ અને તેના નાણા ફરીયાદીને મળેલા નથી જેથી ફરીયાદીએ આરોપીને તેમના વકીલ શ્રી મારફતે રજી.પો.એડી.થી નોટીસ આપી અને ત્યારબાદ મહે.એડીશનલ હાલોલના સીવીલ તથા એડી.જયુ.મેજી.શ્રીની કોર્ટમાં ચેક રિટર્નની અંગે ફરીયાદ નોધાવેલી હતી. આરોપી તરફે વિધ્વાન વકીલશ્રી એ.એમ.બાગવાલા હાજર રહી ઉલટ તપાસ કરેલ જેમા મહત્વની હકીકત બહાર આવેલ કે ફરીયાદી સાયકલ રીપેરીંગનો ધંધો કરે છે અને તેમની વાર્ષિક આવક રશુ.2,00,000/- છે, તેમનો ઘર ખર્ચ અંદાજે સુ. 1,20,000/- થાય છે અને બાકીના ચુ.80,000/- બચત થાય છે. કહેવાતા નાણા ફરીયાદી પાસે હાથ ઉપર હતા તે દર્શાવતો કોઈ દસ્તાવેજી પુરાવો આ કામે રજુ કરેલ નથી. વધુમા સમગ્ન ફરીયાદ હકીકત બાબતે વિધ્વાન વકીલશ્રી એ.એમ.બાગવાલા નાઓએ મુખ્યતવે દલીલ કરી જણાવેલ કે કોઈ વ્યકિત ગુ.2,90,000/-જેવી રકમ કોઈને કોઈ પણ જાતના આધાર પુરાવા વગર આપે નહી. પરંતુ જયારે કોઈ રકમ ફરીયાદીએ આપેલ જ ન હોય ત્યારે આવા કોઈ આધાર પુરાવા રજુ થઈ શકે નહી અને જયારે કોઈ રકમ ફરીયાદી પાસેથી લીધેલ ન હોય આરોપીએ કાયદેસરનુ લેણુ ચુકવવા માટે ફરીયાદવાળો ચેક આપેલ નથી અને કહેવાતા ચેકની વિગતો પણ આરોપીએ ભરેલ નથી. જેથી આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવા વિનંતિ કરેલ અને કેસના સમર્થનમા ના.સુપ્રિમકોર્ટ તથા ના ગુજરાત હાઈકોર્ટના ચુકાદાઓ રજૂ કરેલ જે ધ્યાને લઈ મહે.એડીશનલ હાલોલના સીવીલ તથા એડી.જયુ.મેજી.સાહેબ શ્રી એચ.એચ.વિશ્નોઈ સાહેબનાઓએ આરોપીપક્ષ ની દલીલો ગ્રાહય રાખી અવલોકન કરેલ કે, ફરીયાદીએ પોતાની પાસે આરોપીને આપવા આવડી રકમ તે સમયે હાથ ઉપર હતી તેવુ દર્શાવતો પણ કોઈ દસ્તાવેજી પુરાવો રજુ રાખેલો નથી. ટુંકમા કહીએ તો, ફરીયાદીએ પોતાની ફરીયાદમાં સભાનપણે આ બધી હકીકતો છુપાવવાનો પ્રયત્ન કરેલ છે. પરંતુ, જે વ્યકિત ન્યાયની અદાલત પાસે કોઈ દાદ કે ન્યાય મેળવવા આવે તે વ્યકિતએ સૌપ્રથમ ચોખ્ખા હાથે આવવુ અનિવાર્ય છે.જો, આવો વ્યકિત ચાલાકી પૂર્વકના ડ્રાફટીંગ વડે કોઈ હકીકત છુપાવવાનો પ્રયત્ન કરે તો અદાલત ચોકકસપણે તેની વિરુધ્ધમા અનુમાનો દોરી શકે છે.જેથી પણ ફરીયાદ અનુસારનો કોઈ નાણાકીય વ્યવહાર આરોપી સાથે થયેલ હોય તેવું માની શકાય તેમ નથી.આમ, ફરીયાદ પક્ષની વર્તણુક જોતાં ફરીયાદ મુજબના નાણા આરોપી પાસે લેણા નીકળતા હોવાની હકીકત માની શકાય તેમ નથી. ફરીયાદ પક્ષ આરોપી સામેનો કેસ પુરવાર કરી શકેલ ન હોવાનુ અદાલતનું વિનમ્રપણે માની આરોપીને 2,90,000/- ના કેસમાં નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો આદેશ આપ્યો છે.






