BHARUCHBHARUCH CITY / TALUKO

હરી પ્રબોધન ભક્તો દ્વારા વૃક્ષ વાવી તેની દેખરેખ રાખવાની જવાબદારી લઈ પહેલ સ્વરૂપે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

ભરૂચ – બુધવાર- વિશ્વમાં દર વર્ષે ૫ મી જૂને “વિશ્વ પર્યાવરણ દિવસ” (World Environment Day)ની ઉજવણી કરવામાં
આવે છે. યુનાઇટેડ નેશન્સ દ્વારા શરૂ કરવામાં આવેલ “વિશ્વ પર્યાવરણ દિવસ” જેમાં પર્યાવરણીય પડકારો જેવા કે દુષ્કાળ,સુનામી,
અનિયમિત ઋતુઓ અને તાપમાનમાં વધારા વિશે જાગૃતિ લાવવા, તેમજ તેના ઉકેલો શોધવા અને પર્યાવરણના જતન અર્થે પ્રેરણા
આપવામાં મદદ કરે છે.ત્યારે આજરોજ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે વનોનું સંવર્ધન થાય તે માટે સુદરોડ ટ્રસ્ટ, ભરૂચ દ્વારા ૧૦૦
લીમડાના છોડ હરી ભક્તો દ્વારા રોપવા આવ્યા છે. આ તમામ છોડને હરી ભક્તો દ્વારા દેખરેખ રાખવાની જવાબદારી પણ
લેવામાં આવી હતી. વિશ્વ પર્યાવરણ દિન નિમિતે હરી પ્રબોધન પરિવાર, ભરૂચ અને ફિલાટેક્સ કંપનીના સહયોગ થી અમૃતપૂરા,
કાંશીયાં, સામોર, મોટાલી, માંડવા, નૌગામા ના સરપંચો દ્વારા હરી સુમરીન મંદિર, સામોર માં લીમડાના છોડ રોપવામાં આવ્યા
હતા. સુદરોડ ટ્રસ્ટ, ભરૂચ દ્નારા મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!