હાલોલ:રોટરી ક્લબ હાલોલ નો ભવ્ય ચતુર્થ શપથવિધિ સમારંભ યોજાયો,નવા પ્રમુખ પદે હાર્દિક જોશીપુરાની વરણી કરાઈ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૭.૭.૨૦૨૪
રોટરી ક્લબ હાલોલ નો ચોથો ઇન્સ્ટોલેશન સેરીમની તા.૬ જુલાઈ શનિવારે સાંજે ધી ગ્રાન્ડ ધ્વનિત બેંકવેટ હોલમાં ગણ માન્ય મહાનુભાવો તથા આમંત્રિતોની હાજરીમાં દબદબાભેર ઉજવાયો હતો. છેલ્લા ત્રણ વર્ષની યશસ્વી કામગીરી બાદ વિદાય લેતા પ્રમુખ પ્રદીપભાઈ પરીખે સમારંભની શરૂઆત કરતા સૌનું સ્વાગત કર્યા બાદ પોતાની ફેરવેલ સ્પીચમાં ક્લબની ત્રણ વર્ષની પ્રવૃત્તિઓ અને તેમાં મદદરૂપ થનાર ક્લબના સભ્યો તેમજ બહારના દાતાઓના સહયોગને બિરદાવ્યો અને ભવિષ્યમાં પણ નવા પ્રમુખ, નવી ટીમ અને ક્લબને જ્યારે પણ જરૂર પડે પોતાના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી.ત્યારબાદ રોટરી ઇન્ટરનેશનલ ઝોન ચારના પબ્લિક ઈમેજ ચેર તેમજ વડોદરા એટલે કે ડીસ્ટ્રીક 3060 ના પીડીજી રોટેરિયન પિન્કી પટેલ દ્વારા તેમની આગવી શૈલીથી નવા પ્રમુખ હાર્દિક જોશીપુરા, નવા મંત્રી વૈભવ પટેલ તેમજ બોર્ડ મેમ્બર્સની શપથવિધિ સંપન્ન કરાવી હતી.વિદાય લેતા પ્રમુખે નવા પ્રમુખ સાથે રોટરીના કોલર નો એક્સચેન્જ કરી પ્રદીપભાઈ એ હાર્દિકભાઈ ને સન્માનભેર પોતાની ખુરશી તરફ દોરી ગયા હતા.ત્યારબાદ નવા પ્રમુખ હાર્દિક જોષીપુરા એ પોતાની સ્વાગત સ્પીચમાં ક્લબ દ્વારા ત્રણ વર્ષમાં જે સમાજ લેવલે તેમજ રોટરી ડિસ્ટ્રિક્ટ લેવલે નામના હાંસલ કરેલ છે તેને આગળ ધપાવતા વધુ ઊંચાઈએ લઈ જવાની ખાતરી આપી હતી.ત્યારબાદ પ્રાસંગિક ઉદબોધનમાં રોટરી ક્લબ ના આસિસ્ટન્ટ ગવર્નર રોટેરિયન ડો. અપૂર્વ પાઠક તેમજ બીજા અતિથિ વિશેષ પોલિકેબ લિમિટેડના ડાયરેક્ટર રાકેશભાઈ તલાટી, ઇન્સ્ટોલિંગ ઓફિસર PDG પિન્કીબેન પટેલ તેમજ હાલોલના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયદ્રથસિંહ પરમારે પોતાના વક્તવ્યો માં પ્રમુખ પ્રદીપભાઈ ને મજબૂત ફાઉન્ડેશન દ્વારા ક્લબને જે તાકાત અર્પી અને નામના પ્રાપ્ત કરી તે બદલ ખુબ ખુબ અભિનંદન આપ્યા હતા અને નવા પ્રમુખ હાર્દિક જોશિપૂરા ને પણ આ પરંપરાને આગળ ધપાવશે તેવી શુભેચ્છા પાઠવી હતી અને ધારાસભ્ય એ પોતાના તરફથી કોઈપણ સહકારની જરૂર પડે તે માટે હર હંમેશ તૈયાર રહેવાની ખાતરી આપી હતી.ગયા વર્ષે ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર ને ક્લબ દ્વારા ઓનરેરી મેમ્બરશીપ પ્રદાન કરવામાં આવી હતી. આ વર્ષે પોલીકેબ ના રાકેશભાઈ તલાટીને પણ ક્લબ તરફથી ઓનરેરી મેમ્બરશીપ પ્રદાન કરવામાં આવી હતી.કાર્યક્રમમાં આજુબાજુની ક્લબોમાંથી ડેરોલ સ્ટેશન, ગોધરા, દાહોદ માંથી પ્રમુખ, મંત્રી, અન્ય સભ્યો, હાલોલની અગ્રણી સંસ્થાઓ ના પ્રમુખ, AG કલ્પેશભાઈ શેઠ RID-3060, કંજરી સ્ટેટ યુવરાજ મયુરધ્વજસિંહજી પરમાર,હાલોલ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ શીતલભાઈ પટેલ તથા પત્રકાર મિત્રો એ પણ હાજર રહી નવા પ્રમુખને શુભેચ્છા પાઠવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રભાબેન પેશરાણા અને સુમનભાઈ ઉપાધ્યાય એ કર્યું હતું તેમજ ઇન્સ્ટોલિંગ ઓફિસર નો પરિચય લિટલ ચેમ્પ તનવ જોશીપુરા દ્વારા ખૂબ સુંદર રીતે પર્ફોર્મ કરવામાં આવ્યો હતો.મહેમાનોને સ્મૃતિ ચિન્હ તથા કીટ અર્પણ કર્યા બાદ આભાર વિધિ હેતલબેન પટેલ એ કર્યું હતું અને રાષ્ટ્રગાન બાદ સૌએ સ્વાદિષ્ટ ડીનર લઇ છુટા પડ્યા હતા.આમ સંપૂર્ણ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો.
















