DHROLGUJARATJAMNAGAR CITY/ TALUKO

PC & PNDT ACT ના ભંગ બદલ હાલારના ડોક્ટરને સજા

 

ગર્ભ પરીક્ષણ કાયદાના બેઇઝ સાથેની CDHO તરફથી સિનિયર એડવોકેટ બિમલ ચોટાઇની મુદાસર રજુઆતો ગ્રાહ્ય રાખતી અદાલત

 

જામનગર (ભરત ભોગાયતા)

 

ધ્રોલ કોર્ટ ધ્વારા ગર્ભ પરીક્ષણ અટકાવવાના ખાસ કાયદા અન્વયેના ગુન્હાની ફરીયાદમાં સીમાચીન્હ રૂપ ચુકાદો જાહેર કરી બંને આરોપી ડોકટરોને તકસીરવાન ઠરાવી એક ડોકટરને એક વર્ષની સજા કોર્ટ ફરમાવી છે જેમાં CDHO તરફે સિનિયર એડવોકેટ બિમલ ચોટાઇની કાયદા આધારીત મુદાસર સચોટ રજુઆતો અદાલતમાં ગ્રાહ્ય રહી હતી

જામનગર જીલ્લા એપ્રોપીએટ ઓથોરીટી પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. એકટ (પૂર્વ ગર્ભ ધારણ અને પ્રસ્તુતી પૂર્વ ગર્ભ પરીક્ષણની રીતો- જાતીય ચકાસણી પર પ્રતીબંધ) ના કાયદા અને નિયમો હેઠળ જે તે વખતના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી ધ્વારા ધ્રોલ મુકામે પાર્થ હોસ્પીટલના નામથી હોસ્પીટલ ચલાવનાર ડો. સંગીતા દેવાણી તથા તેમને ત્યાં સોનોગ્રાફી કરવાની કાર્યવાહી કરનાર ડો. હિરેન આર. કણજારીયા સામે જૂન-૨૦૧૮ ના અરસામાં થયેલ ચકાસણી દરમ્યાન ધ્યાન પર આવેલ ક્ષતિઓ અન્વયે આ ખાસ કાયદા તળે ધ્રોલ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ સાહેબશ્રી સમક્ષ ફરીયાદ દાખલ કરવા માટે મંજુરી આપી કાર્યવાહી કરેલ હતી. જે અનુસંધાને જે તે વખતના ઈન્ચાર્જ ડોકટર ધ્વારા આ કામમાં જીલ્લા પંચાયત વતી નીમાયેલ સીનીયર વકિલશ્રી બીમલભાઈ ચોટાઈ મારફતે ધ્રોલ કોર્ટ સમક્ષ ફરીયાદ કરવામાં આવેલ હતી. જે ફરીયાદ મુજબ આરોપીઓ ધ્વારા તે પાર્થ હોસ્પીટલ માં રહેલ સોનોગ્રાફી મશીનમાં સોનોગ્રાફી કરતા પહેલા અને કર્યા બાદ પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. એકટ અને રૂલ્સ મુજબની કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ ? તેમજ કાયદા નિયમ અનુસાર જરૂરી રજીસ્ટરો યોગ્ય રીતે નીભાવવામાં આવે છે કે કેમ ? તે બાબતેની ચકાસણી માટે બે સ્વતંત્ર સરકારી પંચો તથા ડીકોઈ દર્દીને સાથે રાખી ચકાસણી કરવાની ટ્રેપ ગોઠવવામાં આવેલ હતી. જેમાં આ ટ્રેપ દરમ્યાન પાર્થ હોસ્પીટલમાં રહેલ રેકોર્ડ તપાસવામાં આવતા ડીકોઈ / બનાવટી દર્દી બહેનોની પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ હેઠળ નીભાવવાના થતા રજીસ્ટરમાં એન્ટ્રી કરવામાં આવેલ ન હતી. તેમજ, આ દર્દીઓના ફોર્મ ‘એક’ પણ આરોપીઓ ધ્વારા ભરવામાં આવેલ ન હતા તેમજ સ્પષ્ટ રીતે કાયદા અને રૂલ્સની જોગવાઈઓનું ઉલ્લંધન થતુ હોવાનું જણાયેલ.

આમ, આરોપીઓ તરફથી પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. એકટની કલમ-૪(૩), ૫, ૬ અને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. રૂલ્સની કલમ-૯(૧), ૯(૪), ૧૦(૧-એ) તથા ૧૮(૫) નો ભંગ કરવામાં આવેલ હોય તે અંગેની ફરીયાદ સબંધેની કોર્ટ કાર્યવાહી માટે જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી ધ્વારા નીમાયેલ વકિલશ્રી બીમલ એચ. ચોટાઈ મારફતે ધ્રોલના હે. જયુડીશીયલ મેજીસ્ટ્રેટ (ફ.ક.) સાહેબશ્રીની કોર્ટમાં ફરીયાદી ડો. જીતેન્દ્ર નડીયાપરા ધ્વારા ફરીયાદી બની ફરીયાદ દાખલ કરવામાં આવેલ હતી, જે કેશમાં ફરીયાદી તરફે વિસ્તૃત પુરાવા રજુ કરી તેમજ ફરીયાદી તથા અન્ય સાહેદ ડો. રીધ્ધીબેન તથા સરકારી પંચો સહિતના સાહેદોનો પુરાવો રજુ કરી અને આ કામમાં ચકાસણી દરમ્યાન જપ્ત કરવામાં આવેલ દસ્તાવેજી પુરાવા તથા કલીનીક નું આ ખાસ કાયદા તળેનું રજીસ્ટ્રેશનના તમામ પેપર્સ સહિતના પુરાવાઓ રજુ કરી દલીના તબકકે રજુઆત કરવામાં આવેલ કે આ ફરીયાદ સબંધેનો ગુન્હો કરવામાં બંને આરોપીઓ જવાબદાર છે. જેમાં આ ખાસ કાયદા તળે કલીનીકનું રજીસ્ટ્રેશન પાર્થ હોસ્પીટલ ડો. સંગીતાબેન દેવાણી ના નામે થયેલ છે અને તેમાં સોનોગ્રાફીની કાર્યવાહી ડો. હીરેન કણજારીયા ધ્વારા કરવામાં આવેલ છે તે હકીકત પુરવાર થાય છે. તેમજ, આ હોસ્પીટલમાં થયેલ દર્દીઓની સોનોગ્રાફી સબંધેનું રેકર્ડ નીયમ મુજબ નિભાવવામાં આવેલ નથી. આ ગુન્હા અન્વયેની ગંભીરતા જોતા આરોપીઓ સામે કેશ પુરવાર માની તકસીરવાન ઠરાવતો હુકમ કરવા રજૂઆત કરેલ હતી. જે તમામ રેકર્ડ તથા દલીલો ધ્યાને લઈ નામદાર કોર્ટ ધ્વારા બંને આરોપીઓને ફરીયાદ મુજબના આ ખાસ કાયદા હેઠળના ગુન્હાઓ સબબ તકસીરવાન ઠરાવતો હુકમ કરેલ હતો. તેમજ, તે પછી સજા બાબતે બંને પક્ષને સાંભળી અને આરોપી ડો. હિરેન કણજારીયા ને ૧ (એક) વર્ષની સજા તથા રૂા. ૫૦૦૦/- દંડ નો હુકમ કરેલ તથા આરોપી ડો. સંગીતાબેન દેવાણી ને પ્રોબેશન નો લાભ આપી અને રૂા. ૫૦૦૦/- દંડ જીલ્લા કાનુની સેવા સતા મંડળમાં જમા કરાવવા તથા પ્રોબેશનનો લાભ આપી ત્રણ વર્ષ સુધી ના રૂા. ૨૫૦૦૦/- ના જાત – મુચરકા અને જામીન રજુ કરવાનો હુકમ કરવામાં આવેલ હતો.

આ કામમાં ફરીયાદી તરફે સીનીયર એડવોકેટ બીમલભાઈ ચોટાઈ, એડવોકેટ સુમિત સોલંકી નીલ ચોટાઈ, એડવોકેટ તથા એડવોક્રેટ મોનીલ ગુઢકા રોકાયેલ હતા.
_________________

regards

bharat g.bhogayata

Journalist (gov.accredate)

b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)

Back to top button
error: Content is protected !!