GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:GFL CSR રણજીતનગર દ્વારા SSC બોર્ડ ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને બોલપેન,ચોકલેટ અને ગુલાબનું ફુલ આપી ને શુભેચ્છા પાઠવી.

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૬.૨.૨૦૨૬

ગુજરાત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી રાજ્યભરમાં ધોરણ 10 અને ધોરણ 12 ની જાહેર પરીક્ષાઓનો પ્રારંભ થયો છે.ત્યારે ઘોઘંબા તાલુકાના રણજીતનગર મુકામે ગુજરાત ફલોરોકેમિકલ્સ લિમિટેડ દ્વારા રણજીતનગર માધ્યમિક વિદ્યા મંદિર સ્કૂલ માં SSC બોર્ડ ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને બોલપેન, ચોકલેટ અને ગુલાબનું ફુલ આપી અને નિર્ભય બનીને પરીક્ષા આપવા તેમજ જીવનમાં આગળ વધે તેવી શુભેચ્છા પાઠવવા માં આવી હતી.આ કાર્યક્રમમાં ગામના આગેવાનો તેમજ GFL કંપનીના CSR, HR, સેફ્ટી અને સ્ટોર વિભાગોના હેડ ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત સૌએ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી અને ઉત્તમ પરિણામ માટે પ્રેરણા આપી હતી.

Back to top button
error: Content is protected !!