GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN
		
	
	
તરણેતર મેળામાં ગુમ થયેલા બે બાળકોનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું.

તા.28/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં તરણેતરના ભાતીગળ લોકમેળામા પાંચાળ પ્રદેશ ઉપરાંત સમગ્ર ગુજરાતમાંથી લોકોની ભીડ ઉમટી પડી રહી છે ત્યારે પરિવાર સાથે આવતાં નાના બાળકો ગુમ થઈ જતાં હોવાની ઘટનાઓ સામે આવી છે મેળામાં એક 11 વર્ષીય બાળક તથા બે વર્ષીય બાળકી ગુમ થઈ જતાં પોલીસે બંને બાળકોને શોધી તેમના માતા પિતા સાથે સુખદ મિલન કરાવ્યું હતું ઉલ્લેખનીય છે કે મેળામાં લોકોની સુરક્ષા માટે 2500 થી વધુ પોલીસ અધિકારી અને કર્મચારી તૈનાત છે તેમજ મેળામાં ગુમ થઈ જતા બાળકો માટે સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે.
 
				




