GUJARATHALOLPANCHMAHAL

હાલોલ: 7 વર્ષીય મોહમંદ આદિલે રમઝાન માસનો પ્રથમ રોઝો રાખી ખુદાની બંદગી કરી.

 

રિપોર્ટર.કાદીર દાઢી.હાલોલ

તા.૨૦.૨.૨૦૨૬

હાલોલ લીમડી ફળિયા ખાતે રહેતો 7 વર્ષીય મોહમંદ આદિલે રમજાન માસનો પ્રથમ રોઝો રાખી ખુદાની બંદગી કરી હતી.મુસ્લિમ સમુદાયના રમજાનનો પવિત્ર માસની ગુરુવારના રોજ થી આરંભ થયો છે.મુસ્લિમો પોતાના રબને રાજી કરવા પવિત્ર રમજાન માસ દરમિયાન રોઝા રાખીને ખુદાની બંદગી કરી રહ્યા છે. જેમાં નાના ભૂલકાઓ પણ રોજા રાખી રહ્યા છે મુસ્લિમ સમુદાયના વર્ષભરનો અતિ મહત્વનો ગણાતો પવિત્ર રમઝાન માસ ખૂબ મહિમા ધરાવતો માસ કહેવાય છે.અને રમઝાનનો પવિત્ર મહિનો મુસ્લિમો માટે ખૂબ જ ખાસ છે, જેમાં મુસ્લિમો 29 કે 30 દિવસ સુધી ઉપવાસ રાખે છે.ઉપવાસ એ ઇસ્લામના પાંચ સૌથી મહત્વપૂર્ણ સ્તંભોમાંથી એક છે.ત્યારે હાલોલ લીમડી ફળિયા ખાતે આવેલ અમીરે મિલ્લત મદ્રેસા ખાતે રહેતા હાફિજ અબ્દુલ રહેમાન નો 7 વર્ષીય મોહમંદ આદિલે રમઝાન માસનો પ્રથમ રોઝો રાખી ખુદાની બંદગી કરી હતી.જેમાં પરિવારજનો સહિત સૌ કોઈએ આ નાના બાળકને શુભેચ્છાઓ પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!