હાલોલ:પતિ સાથે રહેવું ના હોવાથી પાડોશીનો વહેમ કરીને પીડિતાને હેરાન કરતી હોવાથી હાલોલ અભયમની ટીમ મદદે પહોંચી

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૩.૧૧.૨૦૨૫
હાલોલ અભયમની ટીમને મહિલાએ કોલ કરી જણાવેલ કે તેમના પાડોશમાં રહેતા એક બેન દ્વારા હેરાનગતિ હોવાથી તેમને સમજાવવા માટે અભયમની મદદ માંગેલ હતી જેથી અભયમની ટીમે ઘટનાસ્થળ પર પહોંચીને કાઉન્સેલિંગ કરેલ હતું પીડિતા બેન સાથે વાત કરતા જાણવા મળેલ કે તેમના ઘરની સામેના ઘરના બેન તેમના પતિનો વહેમ કરીને તેમની સાથે મારપીટ કરેલ છે અને રોજે રોજ અપશબ્દો બોલ્યા કરતા હોય છે પીડિતા બેન એક પ્રાથમિક શાળામાં સંચાલક તરીકે કામ કરે છે પીડિતા બેન જ્યારે તેમના કાર્યસ્થળ પર કામ કરતા હતા ત્યારે તેમની પાડોશી તેની માતા અને નણંદ સાથે આવીને તેમને માર માર્યો હતો ઘટનાસ્થળ પર હાજર લોકોએ તેમને બચાવ્યા હતા ત્યાર બીજા દિવસે સવાર માં પીડિતા બેન ના દીકરી શાળામાંથી પરત આવતા હતા તે સમયે પાડોશી બોલવા લાગ્યા કે તેના છોકરાઓને પણ મારી નાખીશ એવું કરી અપશબ્દો બોલવા લાગ્યા હતા પીડિતા બેન એ સમગ્ર ઘટનાની જાણ તેમના પતિને કરી અને પતિએ અભયમની મદદ લેવા માટે જણાવેલ હતું.પાડોશી સાથે વાત કરી તો તેઓ એ જણાવ્યું હતું કે તેમણે પીડિતા બેન ઉપર હુમલો કર્યો હતો પાડોશી પાસે કોઈ પુરાવા ન હતા કે તેમના પતિનું અને પાડોશીનું કય સબંધ હોય પાડોશી ના પતિ સાથે વાત કરી તો જાણવા મળ્યું હતું કે અફેર તેમનું નહીં પણ તેમની પત્ની નું છે તેને રહેવું નથી અને એનુજ બહાર અન્ય પુરુષ સાથે સંબંધ હોય અને રહેવું ના હોવાથી ના રહેવા માટે બહાના કરી ને ઝગડા કરે છે પીડિતા બેન પાડોશી ને સમજાવવા માંગતા હતા પાડોશી બેન તેમની ભૂલ સ્વીકારીને માફી માંગીને લખાણ આપ્યું હતું કે ફરી ક્યારેય તે પીડિતા ને હેરાન ના કરે પીડિતા બેન આગળ કાર્યવાહી કરવા ના માંગતા હોવાથી કેસમાં સમાધાન કરવામાં આવ્યું હતુ.






