હાલોલ- છાસવારે વીજળી ગુલ થઈ થતા નગરવાસીઓ હેરાન પરેશાન, એમજીવીસીએલની કામગીરી સામે સવાલો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૩૧.૫.૨૦૨૫
હાલોલ નગર સહીત ગ્રામ્ય વિસ્તારમાં છાસવારે વીજળી ગૂલ થઇ જતા લોકોમાં વીજ કંપની ના અધિકારીઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેમની કામગીરી પર પ્રશ્નો ઉઠી રહ્યા છે.હાલોલ નગર સહીત તાલુકામાં છેલ્લા ઘણા દિવસો થી લાઈટ જતી રહે છે. એકબાજુ કાળઝાર ગરમી થી બચવા માટે લોકો પંખા, કુલર, એસી ના સહારો લેતા હોય છે. તેવાજ સમયે વીજ પુરવઠો ખોરવાઈ જાય છે.જેને લઇ લોકો ત્રાહિમામ પોકારી જાય છે.થોડા સમય પહેલા વીજ વાયર નું સમારકામ કરવાનું હોવાથી અઠવાડિયામાં ફક્ત એક દિવસ વીજ પુરવઠો બંધ રહેતો હતો અને લોકોને ખબર હોય છે કે આજે લાઈટ જશે જેથી લોકો પહેલેથીજ ચેતી જતા હતા જયારે અત્યારે છાસવાર એકાએક વીજ પુરવઠો ખોરવાઈ જાય છે થોડો પવન ફુકાય કે વરસાદના ચાર છાતાં પડે ને વીજળી જતી રહે છે લાઈટ જતા રહ્યા પછી કલાકો સુધી લાઈટ આવતી નથી જેને લઇ લોકો હેરાન પરેશાન થઇ જાય છે.લોકો લાઈટ ક્યારે આવશે અથવા તો ફરિયાદ કરવા ફોન કરે ત્યારે ફોન પણ લગતા નથી પહેલા વીજ કંપની ની ઓફિસ હાલોલ માં જ હતી તે બંધ કરી ગામ બહાર પાંચ કિલોમીટર દૂર ઓફિસ લઇ જતા પોતાના ઘર ની લાઈટ બંધ છે તેવી ફરિયાદ કરવા પણ ત્યાં જઉં પડે છે. જેન લઇ લોકમાંગ ઉઠવા પામી છે કે વીજ કંપની દ્વવારા એક પોઇન્ટ નગર ની મધ્યમમાં ફરિયાદ નિવારણ માટે રાખવો જોઈએ અને ચોમાસુ આવી રહ્યું છે તો પ્રિમોન્સુમ કામગીરી હાથધરી સમારકામ કરી લેવું જોઈએ જેથી કરીને તેમના ગ્રાહકોને તકલીફ ન પડે તે માટે તકેદારી રાખવામાં આવે તેવી પણ લોકમાંગ ઉઠવા પામી છે.








