કાલોલ નગરપાલીકા દ્વારા મોટી જનમેદની વચ્ચે નગર ખાતે રાવણ દહન નો ભવ્ય કાર્યક્રમ યોજાયો

તારીખ ૧૩/૧૦/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરપાલીકા દ્વારા ધોડા ગ્રાઉન્ડ ખાતે મહાકાળી મંદિર પાસે રાવણ દહન નો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો નગરપાલીકા ખાતે થી ભવ્ય રેલી કાઢી જેમા કાલોલ ના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ,સાંસદ રાજપાલસિંહ જાદવ, કાલોલ શહેર પ્રમુખ ગૌરાંગભાઈ દરજી,પાલીકા ના માજી પ્રમુખ શૈફાલીબેન ઉપાઘ્યાય, માજી ઉપપ્રમુખ સચીન કાછીયા, માજી કારોબારી અધ્યક્ષ યુવરાજ રાઠોડ અને તમામ માજી કોર્પોરેટરો અંજના મહેતા, જ્યોત્સના બેલદાર, અલ્કેશ ગોસાઈ, કેતન કાછીયા માજી તાલુકા પંચાયતના પ્રમુખ જયદેવ ઠાકોર સહિત પાલિકાના ચીફ ઓફિસર મિલાપ પટેલ હાજર રહ્યા હતા ક્ષત્રિય સમાજના યુવકો પરંપરાગત રીતે સાફા પહેરીને હાજર રહ્યા હતા ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે અને સાંસદ રાજપાલસિંહ જાદવે પ્રસંગોચિત ઉદબોધન કરી નગરજનો ને વિજયા દશમી ની શુભેછા પાઠવી મોટી સંખ્યામાં હાજર નગરજનો એ ભવ્ય આતશબાજી નો કાર્યક્રમ નિહાળ્યો હતો.કોઇ પણ આકસ્મિક દુર્ઘટના ટાળવા માટે કાલોલ નગરપાલિકા ની ફાયર બ્રિગેડ ની ટીમ ઘટના સ્થળે હાજર હતી.સમગ્ર રૂટ પર અને રાવણ દહન સ્થળે કાલોલ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.







