BANASKANTHAPALANPUR

પાલનપુર ના વતની હીરા ઉદ્યોગમાં આગવું સ્થાન ધરાવતા મહેન્દ્ર બ્રધર્સ કંપનીના સ્થાપક માનવ સેવામાં અગ્રેસર કોલેજ, હોસ્પિટલો વિવિધ શાળાઓ, મોટું યોગદાન આપનાર એવા ગરીબોના બેલી સ્વ.કવિનભાઈ પરીખ દુનિયાને અલવિદા

9 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા

પાલનપુર ના વતની હીરા ઉદ્યોગમાં આગવું સ્થાન ધરાવતા મહેન્દ્ર બ્રધર્સ કંપનીના સ્થાપક માનવ સેવામાં અગ્રેસર કોલેજ, હોસ્પિટલો વિવિધ શાળાઓ, મોટું યોગદાન આપનાર એવા ગરીબોના બેલી સ્વ.કવિનભાઈ પરીખ દુનિયાને અલવિદા.બનાસકાંઠા માં વિવિધ સંસ્થાઓમાં ભારે શોક.
બનાસકાંઠાના પાલનપુર શહેરના ઢાળવાસ વિસ્તારમાં ઈ.સ 1934 માં પરીખ પરિવારમાં જન્મેલા પાલનપુર હાઇસ્કુલ માં એસ.એસ.સી સુધી અભ્યાસ કર્યા બાદ મુંબઈમાં હીરાઉદ્યોગમાં આગવું સ્થાન પ્રાપ્ત કરનારા જેમને હોંગકોંગ, જર્મન, બેલ્જિયમ,અમેરિકા,જાપાન, ઇંગ્લેન્ડ,વગેરે દેશોમાં ધંધામાં કાર્યરત થયેલા મહેન્દ્ર બ્રધર્સ નામની કંપની સ્થાપના કરનારા જેમનું વતનનું લુણઅદા કરવા શૈક્ષણિક ક્ષેત્રે વિદ્યામંદિર બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવી મંડળ કોલેજ, મેડિકલ ક્ષેત્રે મહાજન જેવી હોસ્પિટલ, માતબર ફાળો દાનધોધ વહેતું કરનાર કવિનભાઈ 87 વર્ષે ઉંમરે પ્રભુને પ્યારા થતા વિવિધ સંસ્થાઓ તેમના ખોટ અનુભવી રહ્યા છે.પાલનપુરના મહાજન હોસ્પિટલના સિનિયર સુપ્રીડેન્ટ અમરતભાઈ કાલટે જણાવ્યું કવિનભાઈ પાંચ વર્ષની ઉંમરે તેઓએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનોના કુટુંબ યોગ ઉછેર થયો અને ઉત્તમ સંસ્કાર નું સિઝન થયું. પાલનપુર હાઇસ્કુલ માં અભ્યાસ કર્યા બાદ તેમના કાકા મુંબઈમાં હીરાના વેપાર કરતાં હોય મુંબઈ આવ્યા હતા. ત્યારે આ કવિનભાઇ કલકત્તા ગયા બાદ હીરાની દલાલીની શરૂઆત કર્યા બાદ જેમને મુંબઈ નવસારી ધંધાનો વેગ મળતા અનેક વિદેશોમાં વિકાસની હોડ લગાવી હતી. જ્યારે આ કવિનભાઇ સામાજિક ક્ષેત્ર, માનવસેવા કાર્ય માં અગ્રસર રહી તબીબી સેવા, શૈક્ષણિક સેવા, પૂન વસવાટ ક્ષેત્ર ધંધા સાથે સેવાકીય પ્રવૃત્તિઓ પણ શરૂ કરી હતી. જેમને તબીબે ક્ષેત્રમાં ઝવેરી મંગળજી ભમણસિંહ ડિસ્પ્લે સંચાલિત શ્રી એલ પરીખ અને શ્રી એલ પરીખ હોસ્પિટલ મહાજન હોસ્પિટલ ના ટ્રસ્ટી તરીકે સેવા શરૂ કરતા તેમને માતબર ફાળો આ હોસ્પિટલમાં દાન આપ્યું હતું. આ ઉપરાંત નવસારીની કેન્સર કેર ફાઉન્ડેશનની ટ્રસ્ટી તરીકે પણ સેવા આપી છે. ત્યાં પણ ભારે અનુદાન આપ્યું હતું. એમને વિવિધ તબીબી ક્ષેત્રે મેડિકલ કેમ્પોનું પણ આયોજન માં સેવાઓ આપી છે. જ્યારે 2001માં ધરતીકંપમાં સૌરાષ્ટ્રમાં તેમજ ભુજ જેવા હોનારત વખતે જરૂરિયાત મંદ માટે પૂર્ણ નિર્માણ માં પણ તેમનો ફાળો રહ્યો છે.
મહેન્દ્ર બ્રધર્સના કંપનીના એક પ્રેરણારૂપ વ્યક્તિઓમાંના એક હતા. તથા સમાજસેવા ક્ષેત્રે અનન્ય કામગીરી કરનાર પરીખ ફાઉન્ડેશનના મજબુત સહયોગી હતા. શ્રી કવિનભાઈ અને તેમના પરિવાર દ્વારા ભૂતકાળમાં વિદ્યામંદિર ટ્રસ્ટને શ્રીબાગમલ લક્ષ્મીચંદ પરીખ સેન્ટ્રલ લાઈબ્રેરી, શ્રીમતી કમળાબેન રતનચંદ પરીખ બાલમંદિર, શ્રી બાગમલ લક્ષ્મીચંદ પરીખ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈંગ્લીશ લેંગ્વેજ, શ્રીમતી બબુબેન પરીખ સભાગૃહ, પરીખ ફાઉન્ડેશન ડિપ્લોમા કૉલેજ ફોર સ્પેશ્યલ એજ્યુકેશન તેમજ શ્રી જોરમલભાઈ એન. ચૌધરી કમ્પ્યુટર સેન્ટર જેવી અનેક સંસ્થાઓ માટે ઉદાર દાન પ્રાપ્ત થયું છે.શ્રી કવિનભાઈ બનાસકાંઠા ની અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. તેઓનું બનાસકાંઠા ડીસ્ટ્રીક્ટ કેળવણી મંડળના વિકાસકાર્યોમાં મહત્વનું યોગદાન રહ્યું તેમજ મહાજન હોસ્પિટલ, પાલનપુરને એક આધુનિક મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલનું સ્વરુપ આપવા માટે તેમણે તેમના પિતાશ્રી સી.એલ. પરીખની પુણ્યસ્મૃતિમાં માતબર રકમનું દાન આપ્યું. વિદ્યામંદિર ટ્રસ્ટના વિકાસમાં ટ્રસ્ટીશ્રી તરીકે છેલ્લા 45 વર્ષથી તેમના દ્વારા મળી રહેલો અવિરત સહયોગ અમારા માટે પ્રેરણાદાયી રહ્યો છે.
શ્રી કવિનભાઈના આત્માને શાંતિ મળે તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. વિદ્યામંદિર પરિવાર તેમજ મહાજન હોસ્પિટલ તમામ સ્ટાફ સ્નેહીજન તેમની ખોટ અનુભવી રહ્યા છે. પત્રકાર દિપકભાઈ રાવલ પરિવારેદિલથી લાગણીથીશ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

Back to top button
error: Content is protected !!