હાલોલ- ધી.એમ.એસ.હાઈસ્કૂલ શાળામાં માં ICT કમ્પ્યુટર લેબનું ઉદઘાટન હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના હસ્તે કરાયું

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૯.૭.૨૦૨૪
હાલોલ ધી.એમ.એસ.હાઈસ્કૂલ શાળામાં સરકારના મિશન ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ અને જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત ICT કમ્પ્યુટર લેબનું ઉદઘાટન હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું.શાળા માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાંપ્રત પ્રવાહો સાથે તાલ મેળવી શકે અને પોતાનું તેમજ દેશનું નામ રોશન કરી શકે તેવા શુભ આશયથી સરકાર દ્વારા ફર્નિચર સહિત 30 કમ્પ્યુટર ના સંપૂર્ણ ફીટીંગ સાથે અદ્યતન કોમ્પ્યુટર લેબ શાળાને અર્પણ કરવામાં આવી છે.જેમાં ઉદ્ઘાટન પ્રસંગે હાલોલ શહેરના વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા .શાળાના આચાર્ય વી.એમ. પાઠક એ શાબ્દિક સ્વાગત કર્યું હતું.મંડળના પ્રમુખ બાલકૃષ્ણ પરીખ એ સંસ્થાના વિકાસનો ચિતાર આપી તેમજ તેમાં સરકારના સહયોગ ની પ્રશંસા કરી.જ્યારે ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારે વિદ્યાર્થીઓને “રેડી ફ્રોમ બિગીનિંગ” ની ફોર્મ્યુલા આપી સફળતા ની ચાવી બતાવી હતી અને સંસ્થાને પોતાના આશીર્વાદ પાઠવ્યા હતા.તેઓએ મંડળ દ્વારા ઉત્તરોત્તર આવી પ્રગતિ ચાલુ રખાય તેવી શુભેચ્છા પણ પાઠવી હતી.જેમાં માધ્યમિક વિભાગના સુપરવાઇઝર એચ. એમ.પ્રજાપતિએ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન તેમજ આભાર સંભાળ્યો હતો.આમ ખાનગી શાળાઓની બરોબરી કરતી ગ્રાન્ટેડ શાળા ધી.એમ.એસ. હાઇસ્કુલ હાલોલ ના વિકાસમાં એક વધારાનું એક મોરપીંછ ઉમેરાયું છે.









