GUJARATHALOLPANCHMAHAL

હાલોલ: ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારના જન્મદિવસની ઉજવણી કરાઈ

 

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૨૫.૭.૨૦૨૪

હાલોલ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ રાજ્યમંત્રી જયદ્રથસિંહજી પરમારના 60 માં જન્મદિવસની આજે ગુરુવારના રોજ ઉજવણી કરવામાં આવી હતી.હાલોલ કંજરી રોડ પર આવેલ ભાજપ કાર્યાલય ખાતે ભાજપા અગ્રણી અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉંમટી પડ્યા હત અને ભાજપ કાર્યાલય ખાતે કેક કાપી ઉજવણી કરાઇ હતી.ત્યારબાદ હાલોલ બસ્ટેન્ડ સામે આવેલ પ્રસૂતિ ગૃહ તેમજ હાલોલ રેફરેલ હોસ્પિટલ ખાતે ફ્રુટ અને બિસ્કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે પ્રસૂતિ ગૃહ ખાતે પણ કેક કાપી ઉજવણી કરાઇ હતી જેમાં સંસ્થાના પ્રમુખ ભરતભાઇ પરીખ સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા.ત્યારબાદ વડોદરા રોડ પર આવેલ નૂતન સ્કૂલ ખાતે વૃક્ષા રોપણ અને તિથિ ભોજન કરાવવામાં આવ્યું હતું.જ્યારે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા ખાતે પણ ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર,જિલ્લા ભાજપા મહામંત્રી મયંકકુમાર દેસાઈ અને જાંબુઘોડાના યુવા સરપંચ જીતકુમાર દેસાઈની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.જેમાં જાંબુઘોડા તાલુકાના રામપુરા ગામે આવેલ કેજીબીવી શાળા ખાતે અભ્યાસ કરતી તમામ બાળાઓને કપડાં મુકવા માટેના થેલા આપવામાં આવ્યા હતા. ત્યારબાદ રામપૂરા પ્રાથમિક શાળા ખાતે શાળાના વિદ્યાર્થીઓને તિથિ ભોજન કરાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ વૃક્ષા રોપણ કરવામા આવ્યુ હતું .આ પ્રસંગે કંજરી સ્ટેટ યુવરાજ અને પંચમહાલ સહકારી સંઘના ડિરેક્ટર મયૂરધ્વજસિંહજી પરમાર તેમજ મોટી સંખ્યામાં ભાજપા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!