હાલોલ નગર પાલિકા દ્વારા નગરજનો માટે વેરા પાવતી ફીમાં 400% નો તોતિંગ વધારો કરાયો પાવતી માટે હવે 40 રૂ.વસુલવામાં આવશે

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૧.૧૨.૨૦૨૫
હાલોલ નગર પાલિકા દ્વવારા નગરના મિલકત ધારકોની મિલકતની આકારની પ્રતિ નકલ ફી ના રૂ 10 ના બદલે રૂ 40 કરી દેતા મિલકત ની આકારની પ્રતિ નકલ માં 400 ટકા નો વધારો કરતા નગરજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે.હાલોલ નગર પાલીકા વિસ્તારમાં આવતા મિલકત ધારકોની મિલકત ની આકારની પ્રતિ નકલ ફી રૂપિયા 10 લેવામાં આવતા હતા.પરંતુ 28 નવેમ્બર ના રોજ નગર પાલિકા ની કારોબારી ની મળેલ બેઠક માં ઠરાવ કરી નગરના મિલકત ધારકોની મિલકત ની આકારની પ્રતિ નકલ ફી ના રૂ 10 ના બદલે રૂ 40 ફી વસૂલવાનો ઠરાવ કરી હવે પ્રતિ નકલ ફી ના રૂ 10 ના બદલે રૂ 40 વસુલવામાં આવતા નગરજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.નગર ના તમામ મિલકત ધારકો ને પોતાની મિલકત ની આકારની ની જરૂરિયાત હોય છે.તો એવો નિર્ણય કારોબારી ની બેઠક માં કેમ લેવામાં આવ્યો ? આકારણીની નકલ આખા નગરજનો ને જરૂરિયાત હોય છે તો નગરજનો દ્વવારા જે જન પ્રતિનિધિ ચૂંટવામાં આવ્યા છે તેઓ ઓ નો મત પણ કેમ ન લીધો. એવો નિર્ણય જનરલ બોર્ડ માં કેમ ન લીધો ? ને જો તમામ નિર્ણય ફક્ત કારોબારી બેઠક માં જ લેવાના હોય તો નગરના 36 સભ્યો નું શું કામ તેવી ચર્ચાએ નગરજનો માં જોર પકડ્યું છે. કારોબારી ની બેઠકમાં જે આકારની ની નકલ ફી માં વધારો કરવામાં આવ્યો છે. તે નિર્ણય પર પુનઃ વિચાર કરી નગરજનો નું હીત જોઈ ફી માં તાત્કાલિક ઘટાડો કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.








