હાલોલ – નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરની ચોટીલા ખાતે બદલી,ગૌરાંગ પટેલ નવા ચીફ ઓફિસર

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૧.૭.૨૦૨૫
ગુજરાત સરકાર ના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દવારા ૨૯,નગર પાલિકાઓ ના ચીફ ઓફિસરો ની કરેલ સામૂહિક બદલીઓ ના હુકમોમા હાલોલ મા પ્રતિબંધિત પ્લાસ્ટિક ઉત્પાદકો સામે અભિયાન છેડનારા તેમજ બેખોફ ડિમોલિશેન કરનાર તરીકે જાણીતા બનેલા હાલોલ નગર પાલિકા ના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર ની ચોટીલા ખાતે બદલી કરવામાં આવી છે. જયારે ડીસા થી ગૌરાંગ પટેલ ને હાલોલ નગર પાલિકા ના ચીફ ઓફિસર તરીકે મૂકવામાં આવ્યા છે.જો કે હાલોલ નપાલિકા પાલિકા ના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર ની બદલી ની ખબરો સાંભળી ને હાલોલ ન.પાલિકા ના જન પ્રતિનિધિઓ કે જેઓ ચીફ ઓફિસર હિરલબેન ઠાકર ના “વન મેન શો” જેવા વહીવટો થી સંપૂર્ણ પડદા પાછળ ધકેલાય ગયા હતા. આ શાસકો માં બદલી ની ખબરો ના પગલે અંદરખાને હાશકારો અનુભવ્યો હશે તેમ નગરના રાજકીય પંડિતોમાં ચર્ચાઇ રહ્યું છે.સાથોસાથ હાલોલ ઔદ્યોગિક વસાહતમા ગેરકાયદે ધમધમતા પ્રતિબંધિત પ્લાસ્ટિક ઉદ્યોગ ના એકમો ઉપર રેડ ની કાર્યવાહીઓ હોય કે તળાવ ફરતે આવેલ શોપિંગ સેન્ટર ની દુકાનો ઉપર બુલડોઝરો ફેરવી દઈ ને વ્યાપારિઓ ને બેરોજગાર બનાવી દેવાની ચીફ ઓફિસર હિરલબેન ઠાકર ની ડિમોલિશેન કાર્યવાહીઓ સામે ભલભલા ધુરંધરો અંદરખાને એમ કહેતા હતા. કે ચીફ ઓફિસર કોઈનું સાંભળતા નથી નો જે પ્રમાણે રાજકીય માહોલ સર્જાયો હતો. આ ધુરંધરો ને પણ ચીફ ઓફિસર હિરલબેન ઠાકર બદલી ના હુકમ ને લઈને અંદરખાને રાહતો થઈ હશે..!!
જો કે હાલોલ ન.પાલિકા ચીફ ઓફિસર હિરલબેન ઠાકર ધ્વારા એક સપ્તાહ થી પૂર ઝડપે હાથ ધરેલા ડિમોલિશેન ની કાર્યવાહીઓ ના પગલે વ્યાપારીઓ ની નજરો સામે તેઓના વ્યાપારો ઉપર બુલડોઝરો ફેરવી ને બેરોજગાર બનાવી દીધા હોવાના દર્દનાક ચિત્કારો વચ્ચે રાજકીય ધૂરંધરો કશું જ કરી શક્યા ન હતા. પરંતુ હવે ચીફ ઓફિસર હિરલબેન ઠાકર ની બદલી થતાં બેરોજગાર થઈ ગયેલા વ્યાપારીઓ ની પડખે હોવાના ની લાગણીઓ સાથે પડદા પાછળથી બહાર આવશે ની ચર્ચાઓ પણ સમાંતરે શરૂ થવા પામી છે.નગર પાલિકાના મુખ્ય અધિકારી દ્વવારા છેલ્લા છ માસ થી આરંભેલ પ્રતિબંધિત પ્લાસ્ટિક ના ઉત્પાદન પર લાલ આખ કરી ખુબ મોટી સંખ્યામાં ઉત્પાદક એકમો પર છાપો મારી અધધ ટન બંધી પ્રતિબંધિત પ્લાસ્ટિક કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. અને પ્રતિબંધિત પ્લાસ્ટિક મુક્ત હાલોલ બનાવવાની નેમ સાથે આગળ વધી રહેલા મુખ્ય અધિકારીની સામુહિક બદલીઓમાં બદલી થતા આ કાર્યવાહી આવનાર સમયમાં આ આગળ ધપશે કે કેમ તે અંગેની ચર્ચાએ નગર માં જોર પકડ્યું છે.







