ARAVALLIGUJARATMODASA

માલપુર તાલુકાની ડામોરના મુવાડા પ્રાથમિક શાળા ,સાતરડા-૧ પ્રાથમિક શાળા અને શ્રી રાધાકૃષ્ણ હાઈસ્કૂલ ખાતે પ્રવેશોત્સવ યોજાયો

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

માલપુર તાલુકાની ડામોરના મુવાડા પ્રાથમિક શાળા ,સાતરડા-૧ પ્રાથમિક શાળા અને શ્રી રાધાકૃષ્ણ હાઈસ્કૂલ ખાતે પ્રવેશોત્સવ યોજાયો

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાની ડામોરના મુવાડા પ્રાથમિક શાળા ,સાતરડા-૧ પ્રાથમિક શાળા અને શ્રી રાધાકૃષ્ણ હાઈસ્કૂલ ખાતે આર.એન. કુચારા DRDA ડાયરેક્ટર અરવલ્લીના હસ્તે શાળા પ્રવેશોત્સવ યોજાયો

સરકાર દ્વારા શિક્ષણમા અનેક સફળ પ્રયાસો થકી અનેક સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.અને છેવાડાના બાળક સુધી ગુણવત્તાસભર શિક્ષણ પોહચાડવા અનેક પ્રયાસો થઈ રહ્યા છે ડામોરના મુવાડામાં ધોરણ -૧મા ૧૬ બાળકો,બાલવટિકામા ૧૧ બાળકો જ્યારે સાતરડા પ્રાથમિક શાળામા ધોરણ ૧ અને બાલવટિકામા મળીને ૨૪ બાળકો ,શ્રી રાધાકૃષ્ણ હાઈસ્કૂલમા ધોરણ ૯ મા ૭૦ વિદ્યાર્થીઓને પ્રવેશ લીધો

અરવલ્લી જિલ્લામાં કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪નો ‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની’ થીમ સાથે શુભારંભ થયો છે.આ શ્રેણીમાં અરવલ્લી જિલ્લામાં તારીખ ૨૬ થી ૨૮ જૂન દરમિયાન વિવિધ શાળાઓમાં મહાનુભાવો,અધિકારી ઓ દ્વારા શાળામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.ત્યારે અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાની ડામોરના મુવાડા પ્રાથમિક શાળા અને સાતરડા-૧ અને સાતરડા શ્રી રાધાકૃષ્ણ હાઈસ્કૂલમા આર.એન. કુચારા DRDA ડાયરેક્ટર અરવલ્લીના અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો.

આર. એન. કુચારાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે;બાળકના આ મહત્વના પડાવને રાજ્ય સરકારે ઉજવણીનું સ્વરૂપ આપી સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી થઈ રહી છે. નાના ભૂલાકાઓને પાયાનું શિક્ષણ આપવું ખૂબ જ જરૂરી બને છે જેની શરુઆત ઘર અને આંગણવાડીથી કરાય છે.અને આ નાના બાળકો આવનારા ભવિષ્ય માટે સક્ષમ બને તે માટે આપણે સૌએ સાથે મળીને નવતર પ્રયોગો સાથે પ્રયાસો કરવા પડશે.

શાળાઓમા વિવિધ સ્પર્ધાના વાતાવરણ થકી વિદ્યાર્થીઓના શિક્ષણના સ્તરમાં સુધારો થયો છે.અનેક સિદ્ધિઓ હાંસલ કરીને શાળા અને પરિવારનું નામ રોશન કરી રહ્યા છે તેવા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે આંગણવાડી, બાલવાટિકાનાં ભુલકાઓને શાળામાં પ્રવેશ અપાવીને શૈક્ષણિક કીટ, ગણવેશ દફતર ભેટ આપી હતી.કાર્યક્રમમાં જિલ્લાના અધિકારીઓ અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, શાળાના આચાર્ય-શિક્ષકગણ, ગ્રામજનો સહિત શાળાના ભુલકાઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું

 

Back to top button
error: Content is protected !!