GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana):માળીયા ગૌ હત્યા મામલે વિશ્વ હિન્દુ પરિષદ અને માલધારી સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર

 

MALIYA (Miyana):માળીયા ગૌ હત્યા મામલે વિશ્વ હિન્દુ પરિષદ અને માલધારી સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર

 

 

રીપોર્ટ મોહસીન શેખ મોરબી

Oplus_131072

માળીયા મિયાણા તાલુકાના ચીખલી ગામે ગૌવંશની હત્યાઓ વિધર્મીઓ દ્વારા કરવામાં આવી છે. આ જઘન્ય કૃત્યના અપરાધીઓ ઉપર આકરા પગલા લઈ સજા ક૨વામાં આવે. જે જગ્યાઓ ઉપર આ ઘટના બની છે. ત્યા વર્ષોથી આવી ઘટના તથા ગેરકાયદેસર પ્રવૃતિઓ વારંવાર ઘટીત થાય છે. તો આવી ઘટનાઓની સમયાંતરે યોગ્ય તપાસ કરી યોગ્ય કરવામાં આવે.ચીખલીમાં ૧૩ ગૌમાતાની કતલ કરવામાં આવી છે. તેમજ અન્ય 900થી પણ વધુ ગૌવંશો મુળ માલીકોને પરત મળ્યા નથી. આ જોતા ગૌમાસ તસ્કરીનું કૌભાંડ ચાલુ હોય તેવું લાગી રહ્યું છે. અને મોટા પ્રમાણમાં ગૌ હત્યા કાંડ અને માંસની તસ્કરી થતી હોય તેવું વિદીત થાય છે. આ કૌભાંડ હિન્દુ સમાજની લાગણી દુભાવે છે. આ સંપુર્ણ કૌભાંડ સાથે જે પણ લોકો સામેલ છે. તેમના પર આકરા પગલા લેવામાં આવે.

Oplus_131072

મોરબી મહાનગરપાલિકા તથા મોરબી જીલ્લાના તાલુકાઓ તથા તેના ગામોમા મોટા પ્રમાણ કતલખાનાઓ ચાલુ છે. તેમાં મોટા પ્રમાણમાં જીવ હત્યા થતી હોય, આવા તમામ કતલખાના તથા હાટડાઓ અને રોડ ઉપર ફાટી નીકળેલી માંસ(મટન)ની દુકાનો તાત્કાલીક ધોરણે બંધ કરાવવામાં આવે જો આ મામલે સમયસર કાર્યવાહી કરવામાં નહીં આવે તો, મનારા સમયમાં સમગ હિન્દુ સમાજ દ્વારા ઠેર ઠેર આક્રમક કાર્યક્રમો કરવામાં આવશે.ગૌ સેવકોના જણાવ્યા મુજબ 100 જેટલી ગાયો હજી ગુમ છે. ગૌ માંસ તસ્કરીનું આ મોટું કૌભાંડ છે. જે મામલે તપાસ કરવામાં આવે. વધુમાં મોરબી શહેરી વિસ્તારમાં જેટલા માસ, મટન અને ઈંડાના હાટડા તેમજ કતલખાના છે તેને સદંતર બંધ કરવામાં આવે.ગૌ હત્યા કરનારાઓ સામે કડકમાં કડક દાખલારૂપ કાર્યવાહી થાય તેવી માંગ છે.

Oplus_131072

Back to top button
error: Content is protected !!