
તા. ૨૫.૦૯. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ નગરપાલિકા ખાતે આયુષ્માન આરોગ્ય શિબીરમાં 52 જેટલા સફાઇ કામદારો એ લાભ લીધો
તા.૨૫.૦૯.૨૦૨૪ ના રોજ માન.મુખ્ય જીલ્લા આરોગ્ય અઘિકારી ડૉ ઉદય ટીલાવત અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉ ભગીરથ બામણીયા અને નગરપાલિકા ફૂડ અને ડ્રગ સેનેટરી ઇન્સ્પેક્ટર પિંકલભાઇ નગરાળાવાળા ના માર્ગદર્શન હેઠળ દાહોદ નગરપાલિકા ખાતે આયુષ્માન આરોગ્ય શિબીર નું આયોજન કરવામાં આવ્યું જેમાં દાહોદ શહેરી અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબો ને હેલ્થ સ્ટાફ હાજર રહ્યા હતા.જેમા કુલ 52 જેટલા સફાઇ કામદારોએ સેવાનો લાભ લીધો હતો.





