હાલોલ રૂરલ પોલીસે છેતરપિંડી કરનારા એક આરોપીને ઝડપી પાડી 11 ટ્રેક્ટર બે છોટાહાથી મળી 48 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૩.૧.૨૦૨૪
હાલોલ રૂરલ પોલીસે ગરીબ માણસો ને વિશ્વાસમાં લઇ તેઓના નામે ટ્રેક્ટર ની લોન લઇ ટ્રેકટર ખરીદી કરી તે ટ્રેક્ટર બીજા ઈસમોને ભાડે આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરનાર એક આરોપીને ઝડપી પાડી નાના મોટા મળી 11 ટ્રેક્ટર બે છોટાહાથી મળી કુલ 48 લાખ નો મુદ્દામાલ રીકવર કરી નામદાર કોર્ટ માં રજુ કરી બે દિવસ ના રિમાન્ડ મંજુર થતા વધુ તપાસ હાથ ધરી છે.જ્યારે આ ગુનામાં 40 થી 45 ગરીબ લોકો ભોગ બન્યા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવ્યું છે.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ ગ્રામ્ય પોલીસ મથકે ગરીબ માણસો ને વિશ્વાસમાં લઇ તેઓના નામે ટ્રેક્ટર ની લોન લઇ ટ્રેકટર ખરીદી કરી તે ટ્રેક્ટર બીજા ઈસમોને ભાડે આપી તે ભાડું નહિ ચૂકવી તેમજ લોન ના હપ્તા પણ નહિ ભરી તેઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઇ હોવાની ફરિયાદ ના આધારે હાલોલ રૂરલ પોલીસ એ ગુનાની ગંભીરતા લઇ તપાસ હાથ ધરતાં હાલોલ જીઆડીસી વિયસ્તરમાં આવેલ લાલ બંગલો માં રહેતા લખનભાઈ કમલભાઈ ચૌહાણે ગ્રામ્ય વિસ્તારના ગરીબ માણસો ને વિશ્વાસમાં લઇ તેઓના નામે ટ્રેક્ટરની લોન લઇ ટ્રેકટર ખરીદી કરી તે ટ્રેક્ટર બીજા ઈસમોને ભાડે આપી તે ભાડું નહિ ચૂકવી તેમજ લોન ના હપ્તા પણ નહિ ભરી તેઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતા પોલીસે ભેજાબાજ આરોપી લખનભાઇ ચૌહાણ ને ઝડપી પાડી પોલીસ ભાષામાં પૂછપરછ કરતા આ કૌભાંડમાં લખનભાઇ ચૌહાણ ની સાથે રાહુલભાઈ નરવતસિંહ સોલંકી રહે છાલિયારા તા.સાવલી જી વડોદરા, સત્તાર હસન મલેક રહે દહેગામ તા જંબુસર.જી.ભરૂચ, શબ્બીર ઇસ્માઇલ ઉધરાતદાર રહે. ભડકોદરા તા. જંબુસર જી. ભરૂચ અનિરૂધ્ધસિંહ માનસિંહ ગોહિલ રહે જયખોડિયાર ડેરી રાંદેલનગર તા. જી.જામનગર તેમજ અલ્પેશ નાથાભાઈ મેર રહે રાજપરા રાજકોટ ના નામો ખુલતા આ છ આરોપીઓ સામે ગુનો નોંધી છ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી રૂ.16 લાખના મોટા 4 ટ્રેક્ટર રૂ 24 લાખના 7 મીની ટ્રેક્ટર રૂ 8 લાખના ટાટા એસી છોટા હાથી એક એમ કુલ મળી 48 લાખના 12 વાહનો રિકવર કરી આરોપીને હાલોલ નામદાર કોર્ટમાં રજુ કરી રિમાન્ડ ની માંગણી કર્તા બે દિવસ ના રિમાન્ડ મંજુર થતા પોલીસે વધૂ તપાસ હાથ ધરી છે.પોલીસે તપાસ દરમ્યાન પ્રાથમિક દ્રષ્ટિએ આ કૌભાંડમાં ગ્રામ્ય વિસ્તારના 40 થી 45 ગરીબ લોકો ભોગ બન્યા હોવાનું મનાઈ રહ્યું છે.









