હાલોલ રૂરલ પોલીસે મહિન્દ્રા થાર ગાડીમાં લઈ જવાતો વિદેશી દારૂના જથ્થા સહિત 11,15,040 મુદામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧.૮.૨૦૨૫
હાલોલ રૂરલ પોલીસ ની ટીમ ટીંબી ત્રણ રસ્તા પાસે ગુરુવારે સાજના સુમારે વાહન ચેકીંગની કામગીરી કરતા હતા દરમ્યાન પાવાગઢ તરફથી મહિન્દ્રા થાર ગાડી આવતા ગાડીને ઊભી રાખવા ઈશારો ગાડીના ચાલકે પોતાની થાર ગાડી ધીમી કરી અને અચાનક સ્પીડ વધારી હાલોલ તરફ ભાગવા લાગેલ જેથી પોલીસની ટીમે આ થાર ગાડીનો પીછો કર્યો હતો જ્યારે થાર ગાડીના ચાલકે ગાડીને આસોપાલવ હોટલ પાસે થી એક ગલીમાં અંદર વાળી દીધી હતી અને આગળ રસ્તો બંધ હોવાથી ગાડીનો ચાલક ગાડી ઉભી રાખી ભાગવા નાસવા લાગ્યો હતો જ્યારે ગાડીમાંથી એની બે ઇસમો પણ નાસવા લાગ્યા હતા જેથી પોલીસે તેનો પીછો કરી ગાડીના ચાલકને પકડી લીધો હતો જ્યારે અન્ય બે ઇસમો ફરાર થઈ ગયા હતા જોકે પોલીસે થાર ગાડીમાં તપાસ કરતા ગાડીમાંથી વિદેશી દારૂના બીયરના ટીન નંગ 432 જેની કિંમત 95,040 એક એપલ મોબાઇલ જેની કિંમત 20,000 તથા એક મહિન્દ્રા થાર ગાડી જેનો નબર GJ06 PL 9292 જેની કિંમત 10 લાખ મળી કુલ 11,15,040 મુદામાલ સાથે એક આરોપી શિવાંગ વિજયભાઈ ઉપાધ્યાય રહે ગામ કરચિયા દશરથ ફળિયું જી.વડોદરા ને ઝડપી તેમજ સાહિલ રાઠવા રહે.ખોડિયાર નગર સમા વડોદરા અને આયુષ રાજુભાઈ રાઠવા રહે. ઉચાપન ગામ તા.બોડેલી નાઓ સ્થળ ઉપર થી ભાગી છૂટ્યા હતા જ્યારે રોહિતભાઈ અને કાંગારુ ભરવાડ બન્ને રહે.સમા ખોડિયાર નગર વડોદરા નાઓ હાજર નહી મળી આવી પોલીસે ઝડપાયેલો એક ઇસમ અન્ય ચાર ઇસમો સામે પ્રોહીબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.








