હાલોલ – કંજરી ગામે પત્ની સાથે લાકડા વીણવા ગયેલા પતિની હત્યા કરનારો હત્યારો હાલોલ રૂરલ પોલીસે ઝડપી પાડ્યો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૩૦.૧.૨૦૨૫
હાલોલ તાલુકાના કંજરી ગામે પત્ની સાથે લાકડા વીણવા જતા લાલભાઈ નાયકે સંકલ્પ હોટેલ ની પાછળ નિર્જન જેવા વિસ્તારમાં બે શુદ્ધ પડેલા એક યુવક ને મદદરૂપ થવાના ઇરાદે પૂછપરછ કરી હતી અને તે ક્યાંનો છે, અહીં શુ કરે છે તે જાણકારી મેળવવા પ્રયત્ન કરતા ઉશ્કેરાયેલા એ યુવકે લાલભાઈ ના માથામાં પથ્થર મારી બેતા લાલાભાઇનું કરુણ મોત નિપજ્યું હતું.પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આ અજાણ્યા યુવકની શોધખોળ શરૂ કરી હતી આજે તે યુવક ને પકડી તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.બનાવની જાન હાલોલ રૂરલ પોલીસને થતા પોલીસે સર્વવેલન્સની ટીમો બનાવી હાલોલ ના કણજરી ગામ ની આજુબાજુના અને જીઆઇડીસી વિસ્તારમાં સીસીટીવી ની ફૂટેજો મેળવી લાલભાઈ ની હત્યા કરી દેનાર યુવક ની શોધખોળ શરૂ કરી હતી.આજે રૂરલ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો, યુવકનું નામ કલ્પેશકુમાર દલપતસિંહ ચૌહાણ હોવાનું અને તે હાલોલ તાલુકાના હડબિયા ગામનો હોવાનું જાણવા મળ્યું છે.






