પાવાગઢ ખાતે થી યાત્રાળુઓના મોબાઇલ ફોનની ચોરી કરનાર ઇસમને હાલોલ રૂરલ પોલીસે ઝડપી પાડ્યો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૯.૪.૨૦૨૫
પંચમહાલ જિલ્લા ઉચ્ચ પોલીસ અધિકારીઓની જરૂરી સુચના અને માર્ગદર્શન હેઠળ અત્રેના જીલ્લામાં મીલકત સબંધી ગુના ઓ બનતા અટકાવવા માટે અગાઉ પકડાયેલ હોય તેવા ઇસમો ઉપર સતત વોચ રાખી મીલકત સબંધી ગુનાઓ અટકાવવા માટે સુચનાઓ આપેલ જે સબંધે નાયબ પોલીસ અધિક્ષક વી.જે.રાઠોડ હાલોલ વિભાગ નાઓના જરૂરી માર્ગદર્શન હેઠળ હાલોલ રૂરલ પોલીસ મથકના પીઆઈ આર.એ.જાડેજા નાઓએ હાલોલ રૂરલ પોલીસ સ્ટેશના સર્વેલન્સ સ્કોડને ખાસ સુચનાઓ આપેલ હોય અને પો.સબ.ઇન્સ.જે.ડી. તરાલ તથા સર્વેલન્સ સ્કોડના પોલીસ કર્મચારીઓ નુરપુરા ગામે વાહન ચેકિંગમા હતા દરમ્યાન પો.સ.ઈ. જે.ડી.તરાલ ને મળેલ ચોકકસ બાતમી આધારે બીલ વગરના મોબાઇલ ફોન લઇને જતા એક ઇસમને કુલ મોબાઇલ ફોન નંગ- ૯ તથા મારૂતી ફન્ટી કાર સાથે પકડી તેની પુછપરછ કરતા પાવાગઢ બસ સ્ટેન્ડ સામે સુતેલા યાત્રાળુઓ પાસેથી ચોરી કરેલ હોવાની કબુલાત કરી હતી.અને સદરહુ ઇસમ અગાઉ મીલ્કત સબંધીત ગુનાઓમા પકડાયેલ હોય જેથી સદર ઇસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવી છે.જેમાં પકડાયેલ આરોપી હેમંત ઉર્ફે બટકો ચીમનભાઈ પવાર રહે.ભરોણા ફળિયું ગોધરા રોડ હાલોલ, સદર ઈસમના ગુનાહિત ઇતિહાસમાં હાલોલ ટાઉન પોલીસ મથકે ૭ તેમજ વડોદરા ખાતે ૧ વિવિધ ગુના નોંધાયેલ છે.








