GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:સમસ્ત વૈષ્ણવ પરિવાર હાલોલ તથા શાંતિગ્રામ પરિવાર દ્વારા હોળી રસિયા ફુલ ફાગ ઉત્સવ હર્ષ ઉલ્લાસ સાથે ઉજવાયો

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૪.૨.૨૦૨૬

હાલોલ નગરના ગોધરા રોડ ખાતે આવેલ મેઘદૂત સોસાયટી ખાતે સોમવારના રોજ સમસ્ત વૈષ્ણવ પરિવાર હાલોલ તથા શાંતિગ્રામ પરિવાર દ્વારા હોળી રસિયા ફુલ ફાગ ઉત્સવ ઉજવાયો હતો.જેમાં વિશ્વ પ્રસિદ્ધ શ્રી દ્વારકાધીશ મંદિર, કંકરોલીના વર્તમાન વલ્લભાચાર્યજીના તુતિય પીઠના પ્રબુદ્ધ આચાર્ય અને ગાદીપતિ પ. પૂ.શ્રી વાગીશકુમાર મહારાજજી,વલ્લભાચાર્યજીના તુતિય પીઠના યુવરાજ પ .પૂ.વેદાંતકુમાર મહોદયશ્રી ની ઉપસ્થિટીમા ફુલ ફાગ હોળી રશિયા નો મહોત્સવ ઉજવાયો હતો. આ કાર્યક્રમમાં પ્રસિદ્ધ ગાયક કલાકાર વ્રજ રસિક ભાવેશભાઈ કીર્તનિયા શ્રી ધામ પેઠા ગોવર્ધન ગિરિરાજીના સુમધુર કંઠે રસીયા નુ ગાન કરવામાં આવ્યુ હતુ.જ્યારે શાંતિગ્રામ પરિવાર દ્વારા હાલોલના આંગણે ખૂબજ ભવ્ય રીતે સુંદર રસિયાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાલોલ તેમજ આજબાજુના ગામો ના ધર્મપ્રેમી વૈષ્ણવોએ રસિયા ગાન નો લાભ લીધો હતો.

Back to top button
error: Content is protected !!