GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:ફરિયાદ પક્ષ કાયદેસરનું લેણું પુરવાર ન કરી શકતા આરોપીને કરેલ સજા હાલોલ સેંસન્સ કોટે રદ કરી

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૭.૪.૨૦૨૫

વડોદરાના માજલપુર ખાતે રહેતા અશોકભાઈ રંગનાથન ઐયર સામે સમા,કાલોલ તાલુકાના દિલરાજસિહ વનરાજસિંહ ચાવડા મિત્રતાના કારણે તથા સાથે નોકરી કરતા હતા બતાવી હાથ ઉછીના નાણા આપ્યા હતા.જે રકમ પરત કરવાના વ્યવહારમાં અશોકભાઈએ ચેક આપેલ હતો અને જે ચેક અપુરતા ભંડોળના કારણે પરત ફરતા અંગેની ફરિયાદ દાખલ કરેલ હતી.જેમાં હાલોલ ના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબ દ્વારા એક વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમનું વળતર આપવા ૩/૨/૨૫ ના રોજ હુકમ કરેલ હતો.જે હુકમથી નારાજ થઈ આરોપી અશોકભાઈ રંગનાથન ઐયરનાઓએ તેઓના એડવોકેટ સલમાન એમ.મકરાણી દ્વારા હાલોલના પ્રથમ અધિક સેંસન્સ જજ સાહેબ સમક્ષ અપીલ દાખલ કરેલ હતી.જે અપીલમાં રેકર્ડ પરના પુરાવાઓનું પુનઃમૂલ્યાંકન કરતા ફરિયાદીએ આરોપીને હાથ ઉછીના રૂપિયા આપ્યા હોવાનું નિઃ શંકપણે અને હકારાત્મક રીતે પુરવાર થતું ન હોય તેમજ આરોપીએ હાથ ઉછીની રકમ પેટે આપેલ ૧.૫૦ લાખનો ચેક કાયદેસરનું લેણું છે તેવી ફરિયાદ પક્ષની દલીલ હોવા છતાં ફરિયાદી પોતાની હકીકત સાબિત કરી શકેલ ન હોય તેમજ ઉલટ તપાસમાં ફરિયાદી કબુલ રાખે છે કે મેં અને અશોકભાઈ ને ક્યારે પણ સાથે નોકરી કરેલ હોય તેવું બનેલ નથી અમે આરોપીનું આખું નામ જાણતો નથી વગેરે જેવી બાબતો કબુલ રાખી ત્યારબાદ નામદાર હાલોલ ના પ્રથમ અધિક સેંસન્સ જજ સાહેબના શ્રી વી.એન.મપારા સાહેબ દ્વારા પુરાવાઓ તથા આરોપીના વકીલ સલમાન એમ. મકરાણી ની દલીલો ગ્રાહા રાખી નીચલી કોર્ટનો આરોપીને કરેલી સજાનો હુકમ રદ કરી આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનું આદેશ કરેલ છે.

Back to top button
error: Content is protected !!