PANCHMAHALSHEHERA

ઘરેલુ ઝઘડાના ના કારણે ચાર મહિનાથી બે બાળકો સાથે પિયરમાં રહેતા પરણીતા અને સાસરી પક્ષ વચ્ચે સુખદ સમાધાન કરાવતી ગોધરા અભયમ ટીમ

 

ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

ગોધરા તાલુકાના નજીકના વિસ્તારમાંથી પીડિત મહિલા દ્વારા જણાવેલ કે તેમના ઘરેલુ ઝઘડા ના કારણે તેઓ બે બાળકો સાથે પિયરમાં જતા રહેલ ચાર મહિના જેવું થઈ ગયું છતાં પણ તેમના સાસરીવાળા કોઈ પણ સંપર્ક કરતા નથી કે લેવા માટે આવતા નથી તેમને સમજાવવા બાબત .

પર પહોંચ્યા પીડીતા સાથે વાતચીત કરતા તેમને જણાવેલ કે તેમના ઘરેલુ ઝઘડાના કારણે અંદાજે ચાર મહિના પહેલા તેઓ પિયરમાં જતા રહેલ બે બાળકીઓ સાથે તેઓ ચાર મહિનાથી પિયરમાં રહેતા હતા છતાં પણ તેમના સાસરીવાળા તેમને સાથે કોઈપણ પ્રકારે કોન્ટેક્ટ કરતા ન હતા અને લેવા માટે આવતા ન હતા તેમજ કોલ કરે તો સરખો જવાબ પણ આપતા ન હતા તેમના પતિને લેવા આવવા માટે જણાવતા તેમના પતિએ જણાવ્યું કે તેઓ તેમની બે બાળકીઓને સાથે લાવવા માંગે છે પરંતુ તેમને સાથે લાવવા માંગતા નથી તેઓ જવાબ આપતા પીડીતા એ તેમના પરિવારજનોને જાણ કરી અને આ રીતે લેવા આવવાની ના પાડતા 181 મહિલા હેલ્પલાઇન પર તેમના સાસરી વાળાને સમજાવવા માટે જાણ કરેલ

ગોધરા અભયમ ટીમ દ્વારા સ્થળ પર જઈ તેમના સાસરી વાળા નું અસરકારક કાઉન્સિલિંગ કરી કાયદાકીય માહિતી માર્ગદર્શન આપ્યું તેમ જ આ રીતે ઘરેલુ ઝઘડા ના કારણે ચાર મહિના સુધી તેમના વહુ બાળકીઓ સાથે પિયરમાં તેમની સાથે કોઈપણ પ્રકારે કોન્ટેક્ટ કર્યો ન હતો અથવા તો તેમને લેવા માટે ગયા ન હતા તે બાબતે પૂછપરછ કરતા તેમને જણાવ્યું કે તેમની વહુ અવારનવાર ઘરેલુ ઝઘડાના કારણે કોઈને પણ બે જાણ કર્યા વિના સાસરીમાંથી પિયરમાં જતા રહે છે જેના કારણે રસ્તામાં ગમે તે થાય તો તેના જવાબદાર કોણ રહે તે બાબતે તેમને ડર લાગતો હતો અગાઉ પણ એક બે વાર આ પ્રમાણે પંચ થયેલ અને તેમને આ રીતે જાણ કાર્ય વગર પિયરમાં ન જવા સમજાવ્યા પણ હતા પરંતુ તેઓ સમજવા તૈયાર ન હતા અને કોઈને પણ જાણ કર્યા વગર અવારનવાર સાસરીમાંથી પિયરમાં જતા રહેતા હતા જેથી આ સમયે અમે તેમને લેવા માટે ગયા

ન હતાં.

181 દ્વારા બંને પક્ષનો સાંભળ્યા બાદ બંને પક્ષનું અસરકારક કાઉન્સિલિંગ કરી કાયદાકીય માહિતી માર્ગદર્શન આપ્યું . બંને પક્ષને પોતાની ભૂલ સમજાતા પીડિતાના સાસરીવાળા તેમને સાસરીમાં રાખવા માટે સહમત થયા તેમજ તેમની સાથે નાની નાની બાબતે ઝઘડો ન કરવા ખાત્રી આપી .પીડીતા એ પણ જણાવ્યું કે હવે પછી હું ઘરમાં કોઈપણ સાથે બોલાચાલી થાય તો આ રીતે કોઈને પણ જાણ કર્યા વિના ઘર છોડીને નહીં જાવ તેવી ખાત્રી આપી. આમ બંને પક્ષનું કાઉન્સિલિંગ કરી બંને પક્ષને સમજાવતા બંને પક્ષને પોતાની ભૂલ સમજાતા બંને પક્ષે એકબીજા સાથે ઝઘડો નહીં કરવા બાહેધરી આપતા 181 અભયમ ટીમ દ્વારા બંને પક્ષ વચ્ચે સુખદ સમાધાન કરાવેલ.

આમ ગોધરા અભયમ ટીમ દ્વારા ચાર મહિનાથી પિયરમાં બેસેલ પરણીતાને બે બાળકો સાથે સાસરીમાં સ્થાન અપાવેલ. પીડીતાએ તેમના સાસરી વાળાને સાસરીમાં રાખવા માટે સમજાવવા બદલ 181 અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો

Back to top button
error: Content is protected !!