GUJARATHALOLPANCHMAHAL

હાલોલ એસટી ડેપોમાં ગંદકીને લઇ મુસાફરોને ભારે હાલાકી ભોગવાનો વારો

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૫.૬.૨૦૨૫

હાલોલ એસ.ટી વહીવટી તંત્રની ઘોર બેદરકારી ને કારણે એસટી સ્ટેન્ડમાં થતી ગંદકી ને લઇ મુસાફરો ને ભારે હાલાકી ભોગવાનો વારો આવ્યો છે.હાલોલ એસ.ટી સ્ટેન્ડ માં થી છેલ્લા ઘણા સમય થી ઇલેક્ટ્રિક પાણી ની મોટર જાણે સતત ચાલુ રહેતી હોય તેમ પાણી સતત વહેતુ રહે છે.જે પાણી બસ સ્ટેન્ડ માં આવેલ શૌચાલય ના ડબક માં ભળી જતા ગટર નું ગંદુ પાણી બસસ્ટેન્ડ માં સતત વહેતુ રહે છે.એ ગંદા પાણી માંથી દુર્ગંધ મારતી હોવાથી દિવસ દરમ્યાન બસસ્ટેન્ડ માં આવતા હજારો મુસાફરોને પારાવાર ગંદકીનો સામનો કરવો પડે છે.અને તેઓને નાક ના ટેરવા પર રૂમાલ રાખવો ફરજીયાત બની ગયો છે.આ ઉપરાંત એ દુર્ગંધ મારતું પાણી બસ સ્ટેન્ડથી બહાર નીકળી પાવાગઢ તરફ જવાના રસ્તા ઉપર ખુલ્લેઆમ વહે છે.જેને કારણે બસસ્ટેન્ડની બહાર આવેલા કેબિનોમાં ઘંધો કરતા લોકો ને પણ ભારે હાલાકી ભોગવવી પડે છે.કેટલીક વખત આ ગંદુ પાણી દ્વારકાધીશ હવેલી સુધી પહોંચી જાય છે ત્યારે દર્શન કરવા આવતા જતા વૈષ્ણવોને પણ આ ગંદા પાણીમાં થઈને ચાલીને જવાની ફરજ પડે છે.તેમ છતાં એસ.ટી વહીવટી તંત્ર આંખ આડા કાન કરી આ બાબતે કોઈ નિકાલ કરવા માગતું નથી જાહેર માર્ગ ઉપર ગંદુ પાણી વહેતુ હોવા છતાં પાલિકા તંત્ર પણ કોઈ એક્શન લેતું નથી તેમ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

Back to top button
error: Content is protected !!