હાલોલ તાલુકા કક્ષા કલા-મહાકુંભ વીએમ સ્કૂલ ખાતે યોજાયો,સ્કૂલના શિક્ષકોએ પણ લગ્ન-ગીત કૃતિ માં ભાગ લીધો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૭.૮.૨૦૨૫
હાલોલ તાલુકા કક્ષા કલા-મહાકુંભ ૨૦૨૫ નું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં હાલોલ તાલુકા ના ગોધરા રોડ ખાતે આવેલ વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ સ્કૂલ પ્રાથમિક વિભાગ ના બાળકો એ તો ભાગ લઇ પોતાની અદભુત કલાનું પ્રદશન કરી શાળા નું નામ દિપાવ્યું પણ શાળા ના વિવિધ અલગ-અલગ વિષય ના શિક્ષકો દ્વારા પણ ખુલ્લા વિભાગ માં લગ્ન-ગીત કૃતિ માં ભાગ લેવામાં આવ્યો અને પોતાના હૃદય સ્પર્શી સુર દ્વારા સ્પર્ધા નું વાતાવરણ લગ્ન-ગીત થી આનંદમય બનાવી તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવી પોતાનું નામ તથા શાળા નું નામ તાલુકા કક્ષાએ દિપાવ્યું આ સમગ્ર લગ્ન-ગીત ટીમ માં પ્રાથમિક વિભાગ શાળા ના સંગીત શિક્ષક છાયાબેન બારોટ , ગુજરાતી વિષય ના શિક્ષક કૈલાસબેન વરીયા અને કલ્પનાબેન પંચાલ,યોગ શિક્ષક બોસ્કીબેન પટેલ,પી.ટી શિક્ષક હીનાબેન પટેલ ને વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ પ્રાથમિક વિભાગ શાળા ના આચાર્ય હર્ષાબેન શુક્લ અને શાળા પરિવાર તરફ થી ખૂબ ખૂબ અભિનંદન સાથે આ શિક્ષકો ની ટીમ ટૂંક સમયમાં પોતાના સુર થી વાતાવરણ ને આનંદમય બનાવવા જિલ્લા તરફ રવાના થશે.


				




