GUJARATHALOLPANCHMAHAL

હાલોલ ટાઉન પોલીસે ફાટાતળાવ પાસેથી પાંચ જુગારી ઓને ઝડપી પાડયા

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૩૦.૭.૨૦૨૪

હાલોલના ફાટાતળાવ ફળિયામા કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા હોવાની બાતમી હાલોલ ટાઉન પોલીસ મથકના પીઆઈ કે.એ.ચૌધરી નાઓને મળતા પીઆઈ કે.એ.ચૌધરી અને તેમની ટીમ દ્વારા બાતમી વાળી જગ્યાએ છાપો મારીને ગંજીપાના ઉપર પૈસાની લેવડદેવડનો જુગાર રમતા પાંચ ઈસમો ને ઝડપી પાડ્યા હતા.જ્યારે પોલીસ રેડ દરમ્યાન પત્તા પાનાંનો જુગાર રમતા ઈસમો માં નાસભાગ મચી જવા પામી હતી.પોલીસે પાંચ ઈસમો સાથે 11,920 રૂ. અને પત્તા પાનાંનો મુદ્દામાલ જપ્ત કરી તમામ સામે કાર્યવાહી કરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલના ફાટાતળાવ ફળિયામાં ટીનાભાઈ અમરસિંગભાઈ બારીયા નાઓના ઘરની પાછળ ઝાડની નીચે કેટલાક ઇસમો ભેગા મળી જુગાર રમી રહ્યા હોવાની જાણ હાલોલ ટાઉન પોલિસનાં પીઆઈ ને થતા તેઓ પોલીસ સ્ટાફ સાથે તે જગ્યાએ છાપો મારતા જે તે સ્થળે કેટલાક ઈસમો ટોળું વળી બેઠેલા જણાતા પોલીસે ચારે તરફ ઘેરો કરી છાપો મારતા જુગાર રમી રહેલા પાંચ ઈસમોમાં (1)ટીનાભાઈ અમરસિંગભાઈ બારીયા(2)સુરેશભાઈ ઉર્ફે બોડો આત્મારામ વાઘેલા(3)રાકેશભાઈ હીરાભાઈ રાઠવા(4)શેલેશભાઈ દલસિંગભાઈ રાઠવા(5) જીવનભાઈ સંજયભાઈ નાઓ પોલીસના હાથે ઝડપાઇ જતા તમામ ને હાલોલ ટાઉન પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા.પોલીસે સ્થળ ઉપર અંગ જડતી અને દાવ ઉપર લગાવવમાં આવેલી રકમ 11,920 રૂ.નો મુદ્દામાલ જપ્ત કરી તમામ સામે જુગારધારા હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!