GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:ફોરવ્હીલ ગાડીઓ ભાડે રાખી અને તેને અલગ અલગ રાજ્યોમાં વેચાણ કરી વિશ્વાસઘાત કરનાર ઇસમને હાલોલ ટાઉન પોલીસે ઝડપી પાડ્યો 

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૧.૩.૨૦૨૬

પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા મિલકત સંબંધિત ગુનાઓ પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ કાર્યવાહી અનુસંધાને હાલોલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વિક્રમસિંહ રાઠોડ ના માર્ગદર્શન હેઠળ હાલોલ ટાઉન પોલીસ દ્વારા મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ છે.હાલોલ ટાઉન પોલીસ ઇન્સ્પેકટર આર.એ.જાડેજા અને પો.સબ ઇન્સ્પેકટર પી.એમ.સંગાડા અને ઝે.બી.ઝાલા તેમજ પોલીસ સ્ટાફ ધ્વારા મિલકત સંબંધિત ગુનામાં સંડોવાયેલ આરોપી અરવિંદભાઈ ઉર્ફે કરણભાઈ રમણભાઈ વાદી વડોદરા ખાતે તરસાલી વિસ્તારમાં આજવા રોડ પાસે કિંગ ચાઇનીઝ ફૂડની લારી પાસે હાજર હોવાની વિશ્વાસુ બાતમીદાર પાસેથી માહિતી મળી મળતા હાલોલ ટાઉન પોલીસ તથા વડોદરા ક્રાઇમ બ્રાંચની સંયુક્ત ટીમે રેડ કરીને આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીને હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુન્હા મુજબ ભારતીય ન્યાય સંહિતા હેઠળ અટક કરવામાં આવી છે.આરોપીની પૂછપરછ દરમિયાન ગોધરા, અમરેલી તેમજ ચેન્નાઈમાંથી કુલ ચાર ચોરીની ગાડીઓ રીકવર કરવામાં આવી છે. પોલીસે આરોપીના 4 દિવસના રિમાન્ડ મેળવી વધુ ગાડીઓ તેમજ અન્ય સંડોવાયેલા શખ્સો અંગે તપાસ શરૂ કરી છે.હાલોલ ટાઉન પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને અન્ય સંડોવાયેલા આરોપીઓ સુધી પહોંચવા માટે કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Back to top button
error: Content is protected !!