હાલોલ ગ્રામ્ય પોલીસે ટીંબી ત્રણ રસ્તા પાસેથી વિદેશી દારૂનો જથ્થો લઇને જતી ઈકો કારને એક ઇસમ સાથે ઝડપી પાડ્યો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૩.૧૨.૨૦૨૫
હાલોલ ગ્રામ્ય પોલીસને બાતમી મળી હતી કે એક સફેદ કલરની મારુતિ સુઝુકી કંપનીની ઈકો કાર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી લઇ એક ઇસમ છોટા ઉદેપુરથી હાલોલ તરફ આવનાર છે જેથી પોલીસે ટીંબી ત્રણ રસ્તા પાસે બેરિકેટિંગ કરી વાહન ચેકિંગમાં હતાં દરમ્યાન બાતમી વાળી ઈકો કાર આવતા તેને રોકી ચાલકનું નામઠામ પૂછતા તેને પોતાનું નામ જીતેશભાઇ રણછોડભાઈ રાઠવા રહે. પીપલેજ નિશાળ ફળીયુ જી.છોટા ઉદેપુર નું હોવાનું જણાવ્યું હતુ જોકે પોલીસે ઈકો કારમાં તપાસ કરતા કારના પાછળના ભાગે બન્ને સાઈડમાં ચોર ખાણું બનાવી તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો જેમા પ્લાસ્ટિકના કવાટરિયા 350 નંગ જેની કિંમત 44,800 તેમજ ઈકો કાર જેનો નબર GJ 23 CA 7058 જેની કિંમત 2,50,000 મળી કુલ 2,94,800 ના મુદામાલ સાથે જીતેશ રાઠવાને ઝડપી તેની સામે પ્રોહિબિશન નો ગુનો નોંધી તપાસ હાથધરી છે.







