હાલોલ -લાકડા વીણવા ગયેલા પતિ પત્ની પર અજાણા ઈસમનો હુમલો, ઘાયલ થયેલા પતિનું મોત
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૯.૧.૨૦૨૫
હાલોલના કંજરી ગામે હોટલની પાછળ ખેતરમાં જવાના રસ્તા પર બળતણ માટે લાકડા વીણવા જઈ રહેલા પતિ પત્ની ઉપર અજાણ્યા ઈસમે પાછળ થી આવી રોડ પર પડી રહેલ પથ્થર ઇસમના માથામાં મારી દેતા ઈજાગ્રસ્ત ને તાત્કાલિક હાલોલ રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતો.જ્યાં ફરજ પર ના તબીબે મૃત જાહેર કરતા બનાવ ની જાન હાલોલ રૂરલ પોલીસ ને થતા પોલીસ ઘટના સ્થળે તેમજ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવી પ્રાથમિક તપાસ કરી અજાણ્યા ઈસમ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ તાલુકાના કંજરી ગામના તળાવ ફળિયામાં રહેતા લાલાભાઇ નાનજી ભાઈ નાયક ઉ.વ.35 તેમના પત્ની મંજુલાબેન સાથે આજે બુધવારના રોજ બળતણ માટે લાકડા કાપવા ગયા હતા.અવારે અગ્યાર વાગયા ના સમય ગાળા દરમ્યાન સંકલ્પ હોટલ ની પાછળ ખેતરમાં જવાના રસ્તા પર થી પસાર થઇ રહ્યા હતા.તે દરમ્યાન એક અજાણ્યો ઈસમ રસ્તા ઉપર પડી રહ્યો હતો.જેથી લાલાભાઇ તે અજાણ્યા ઈસમને ઉભો કરી તેનું નામ ઠામ પૂછી તમે કોણ છો, કયાંના છો,અહીં કેવી રીતે આવ્યા તેવું પૂછી વિડિયો ઉતાર્યો હતો.અને ત્યાંથી લાલાભાઇ અને તેમના પત્ની આગળ જઈ રહ્યા હતા તે દરમ્યાન અજાણ્યા ઈસમે લાલાભાઇ ને પાછળ થી આવી ધક્કો મારી પાડી દઈ રસ્તા ઉપર નજીક માં પડી રહેલો પથ્થર લઇ લાલાભાઇ ને માથામાં મારી દઈ ભાગી છૂટ્યો હતો.ઈજાગ્રસ્ત લાલાભાઇ ને એમ્બ્યુલન્સ દ્વવારા હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવામાં આવ્યો હતો.જ્યાં ફરજ પર ના તબીબે મૃત જાહેર કરતા બનાવ ની જાન હાલોલ રૂરલ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે તેમજ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવી પ્રાથમિક તપાસ કરી અજાણ્યા ઈસમ સામે હત્યા નો ગુનો નોંધી તપાસ હાથધરી છે. જાણવા મળેલી માહિતી મુજબ લાલાભાઇ છુટ્ટક મજૂરી અર્થે બીજા ગામે ગયા હતા તે થોડા દિવસ પહેલા જ કંજરી ગામે આવ્યા હતા.અને આજે આ બનાવ થી તેમનું મોત નીપજ્યું હતું.








