GUJARATSABARKANTHA
સાબરકાંઠા જીલ્લા હિંમતનગર તાલુકા ના ઘોરવાડા ગામે વીર શિરોમણી છત્રપતિ શિવાજી મહારાજને જન્મ જયંતી નિમિત્તે લોકડાયરો યોજાયો*

અહેવાલ:- પ્રતિક ભોઇ
*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી સાબરકાંઠા જીલ્લા હિંમતનગર તાલુકા ના ઘોરવાડા ગામે વીર શિરોમણી છત્રપતિ શિવાજી મહારાજને જન્મ જયંતી નિમિત્તે લોકડાયરો યોજાયો*
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી અને તીર્થ ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે સાબરકાંઠા જીલ્લા ના હિંમતનગર તાલૂકા ના ઘોરવાડા ગામે વીર શિરોમણી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે લોક ડાયરો યોજાયો હતો.
લોકડાયરાના આ કાર્યક્રમમાં લોક ગાયક હર્ષિલભાઈ દરજી,લોક સાહિત્યકાર જયદીપદાન ગઢવી, લોક ગાયિકા પિન્કીબેન પટેલ દ્વારા રાષ્ટ્ર ભક્તિ અને ભક્તિ ભાવથી સમગ્ર ડાયરા રસિક પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. મોટી સંખ્યામાં ઘોરવાડા ના ગ્રામજનો એ હાજર રહી સમગ્ર કાર્યક્રમ સરસ રાતે નિહાળ્યો હતો.


