હાલોલ:સિદ્ધાંત જીવદયા પ્રેમી ગ્રૂપ હાલોલ દ્વારા કણજરી અને હાસાપુર ગામેથી બે મહાકાય મગર નુ રેસ્ક્યુ કરવામાં આવ્યું
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૩.૧૦.૨૦૨૫
સિદ્ધાંત જીવદયા પ્રેમી ટીમને હાસાપુરા ગામે થી ટેલિફોનિક જાણકારી મળી હતી કે હાસાપુર ગામે મહાકાય મગર માનવ વસવાટમાં આવી જતા ટીમ મેમ્બર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ના પૃથ્વીરાજ સિંહ સુનિલભાઈ પુષ્પેન્દ્રસિંહ લાલુભાઈ પિનટુભાઈ અને અન્ય ટીમ મેમ્બર સ્થળ પર પોહચી જોયુ તો ગામમા?ઘરની બાજુમા એક નાનકડા પાણીના ખાડામા 11 થી 12 ફુટ લંબાઈ ધરાવતો મગર ગામ લોકો ખુબજ ભય નો માહોલ સર્જાયો હતો પરંતુ રેસકયુ ટીમ ને જોતા એમને હાસકારો અનુભવ્યો હતો.બાદ મા ટીમ એ 2 કલાક ની ભારે મેહનત બાદ આ અગિયાર થી બાર ફુટ લંબાઈ ધરાવતા મગર ને રેસ્ક્યુ ઓપરેશન પુરુ કર્યુ હતું અને ગામ લોકોએ રાહતનો સ્વાસ લીધો હતો અને મગર ને માનવ વસવાટ થી દૂર જંગલ વિસ્તારમા રીલીજ કર્યો હતો અને તે મગર ને રીલીજ કર્યો બાદ ટીમ મેમ્બર ઘર તરફ આવતા રસ્તામાં કંજરી ગામ ચાર રસ્તા પર થી કંજરી તરફ રસ્તા ની સાઈડ મગર દેખાતા તેને પણ ટીમની મદદ થી રેસ્ક્યુ કરી તેને પણ માનવ વસવાટ થી દૂર રિલીઝ કર્યો હતો.