હાલોલ:કલરવ સ્કૂલ, હાલોલ ની ફરી એક વાર આંતરરાષ્ટ્રીય સિદ્ધિ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૯.૧૨.૨૦૨૪
વર્ષ 1997 થી આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોજાતા વિદ્યાર્થી ગુણવત્તા અધિવેશનમાં હાલોલ ની કલરવ સ્કૂલ કેસ સ્ટડી અને અન્ય વિવિધ સ્પર્ધાઓ તથા સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિજેતા બની હાલોલ શહેરને વિશ્વના તખતા પર મૂકી હાલોલનું ગૌરવ વધારેલ છે. શાળાના આચાર્ય ડો.કલ્પના જોશીપુરા, મેનેજીગ ટ્રસ્ટી હાર્દિક જોશીપુરા અને શિક્ષક ગણ સુમન ઉપાધ્યાય, સીમા દીક્ષિત, શીતલ પંચાલ, હિરેન પ્રજાપતિ અને કોરિયોગ્રાફર ડેવિડસરના નેતૃત્વ હેઠળ ૧૭ વિદ્યાર્થીઓની ટીમ તારીખ ૩ થી ૭ ડિસેમ્બર 2024 દરમિયાન લખનૌ ખાતે યોજાયેલ (25th ICSQC-2024) 25માં આંતરરાષ્ટ્રીય ગુણવત્તા અધિવેશન 2024 માં ભાગ લીધો હતો.જ્યાં વિશ્વના કુલ ૧૬ દેશો તેમજ ભારતના વિવિધ રાજ્યોની કુલ 142 શાળાઓ દ્વારા કેસસ્ટડી, કોલાજ, નુક્કડ નાટક, પોસ્ટર એન્ડ સ્લોગન, ક્વિઝ જેવી સ્પર્ધાઓ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમમાં આપણું ગુજરાત રજૂ કર્યા હતા.જેમાં શાળાના વિદ્યાર્થીઓએ કેસસ્ટડી પ્રેઝન્ટેશનમાં ડેમિંગ અને જ્યુરાન એવોર્ડ તથા સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રથમ વિજેતા બની શાળા તથા હાલોલ શહેરનું ગૌરવ વધાર્યું હતું. આમ શાળાના વિદ્યાર્થીઓ કુલ ૩ એવોર્ડ મળ્યા છે.જે માટે શાળા પરિવાર, વાલીગણ ખૂબજ ઉત્સાહપૂર્વક અભિનંદન સાથે આવનારી ટીમના સ્વાગતની તડામાર તૈયારી કરી રહ્યા છે. વિદ્યાર્થી, શિક્ષકો અને વાલીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.