હાલોલ:શ્રી દશા પોરવાડ જ્ઞાતિ સમાજ તથા શ્રીમાળી સોની સમાજના કુળ દેવી શ્રીમહાલક્ષ્મી માતાજીનો દ્રિતીય પાટોત્સવ યોજાયો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૩૧.૩.૨૦૨૬
શ્રી દશા પોરવાડ જ્ઞાતિ સમાજ હાલોલ તથા શ્રીમાળી સોની સમાજના કુળ દેવી શ્રીમહાલક્ષ્મી માતાજીનો દ્રિતીય પાટોત્સવ નિમિત્તે જ્ઞાતિ સમાજના તેમજ માતાજીના ભકતો દ્વારા આજે ચૈત્ર સુદ તેરસ ને મંગળવાર ના રોજ ઉજવણી ભક્તિસભર વાતાવરણમાં મંદિર પરીસદ માં કરવામાં આવી હતી.હાલોલ નગર ની મધ્યમાં આવેલ મેન બઝાર માં બિરાજમાન શ્રી મહાલક્ષ્મી માતાજીના મંદિરે પ્રતિ વર્ષે ચૈત્ર સુદ તેરસ ના રોજ માતાજી ના પાટઉત્સવ ની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત આજે મંગળવાર ના રોજ માતાજીનો દ્રિતીય પાટોત્સવ ને લઇ શ્રી દશા પોરવાડ જ્ઞાતિ સમાજ હાલોલ તથા શ્રીમાળી સોની સમાજના લોકો તેમજ માઇ ભક્તો વહેલી સવાર થી મંદિર ખાતે માતાજીના દર્શને ઉમટી પડ્યા હતા અને માતાજીના ચરણમાં શીશ નમાવી ધન્ય બન્યા હતા, આજે વહેલી સવારે માતાજીની કેસર સ્નાન બાદ પૂજા, અર્ચના કરી સવારે નવ કલાકે મંદિર પરિસર માં શ્રી યજ્ઞનો આરંભ કરવામાં આવ્યો હતો.જેમાં પોરવાડ જ્ઞાતિ સમાજના કિશોરભાઈ પરીખ ( મહીષા ) પરિવારે યજ્ઞ કુંડમાં આહુતિ આપી હતી. શ્રીયજ્ઞમાં સાંજે સાડા પાંચ કલાકે શાસ્ત્રોક વિધીવધ વેદિક મંત્રોચાર સાથે હવન કુંડમાં શ્રીફળ હોમી સમાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી દશા પોરવાડ જ્ઞાતિ સમાજ હાલોલ તેમજ માતાજીના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ઉજવણી ના ભાગ રૂપે જ્ઞાતિ સમાજના લોકો એ સાંજે બ્રાહ્મણ સમાજ ની વાડીમાં સમૂહ ભોજન (પ્રસાદી) નું આયોજન કરવામાં આવ્યું હતું. સૌએ મહાપ્રસાદીનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી







