હાલોલ:વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ પ્રાથમિક વિભાગ હાલોલ ધો-8 ની વિદ્યાર્થીની રાજ્ય કક્ષા ના વલસાડ ખાતે”કુસ્તી” રમત માં ઝળહળી
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૫.૧૦.૨૦૨૫
ગુજરાત રાજ્યકક્ષા ના SGFI રમોતઉત્સવ નું આયોજન વલસાડ ખાતે યોજાઈ રહ્યું હોય જેમાં આજ-રોજ ગુજરાત રાજ્ય ના વિવિધ જિલ્લા માંથી “કુસ્તી” રમત માં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવેલ અંડર-૧૪ છોકરીઓ વલસાડ ખાતે પોહચેલ જેમાં પંચમહાલ જિલ્લા ના હાલોલ તાલુકા ના ગોધરા રોડ ખાતે આવેલ વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ પ્રાથમિક વિભાગ શાળા ની ધો-૮ ની દીકરી પરમાર શ્રીનાબેન જયંતીભાઈ વલસાડ ખાતે પોતાની “કુસ્તી” રમત પ્રતિભાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા પોહચી જેમાં અલગ-અલગ જિલ્લા ની દીકરીઓ સામેં કુલ-૪ ફ્લાઈટ માં પોતાનું અદભુત પ્રદર્શન આપી ગુજરાત રાજ્ય કક્ષાએ “બ્રોન્જ” મેડલ મેળવી પોતાનું નામ સાથે પોતાના માતા-પિતા નું નામ અને શાળા નું નામ રાજ્યકક્ષાએ પ્રજ્વલિત કર્યું તે બદલ શ્રી હાલોલ મહાજન ઉંચ્ચાં શિક્ષણ મંડળ અને વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ પ્રાથમિક વિભાગ શાળા ના આચાર્ય હર્ષાબેન શુક્લ આ શાળા નું ગૌરવ બનેલ દીકરી પરમાર શ્રીનાબેન જ્યંતી ભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવે છે સાથે આ દીકરી ને આ મુકામ સુધી તૈયાર કરનાર “કુસ્તી”રમત ના કોચ તાવીયાડ.તેજશકુમાર.એમ સર ને ખુબ-ખુબ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવે છે.