શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગરના વિદ્યાર્થીઓએ તા 26 જુલાઈ 24 ના રોજ સ્પોર્ટ સંકુલ, પાંચોટ મુકામે યોજાયેલ જિલ્લા કક્ષાની રગ્બી સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં અન્ડર-14 અને અન્ડર -17 ના વિદ્યાર્થીઓ પ્રથમ નંબર પ્રાપ્ત કરી ચેમ્પિયન બન્યા હતા તથા અન્ડર -19 ના વિદ્યાર્થીઓએ ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો હતો. જેમાંથી 20 વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે સિલેક્શન પામ્યા હતા. જિલ્લા કક્ષાએ ચેમ્પિયન બનવા બદલ શ્રી અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખશ્રી તથા અન્ય હોદ્દેદારશ્રીઓએ અને શાળાના આચાર્યશ્રી તથા સ્ટાફ મિત્રોએ તમામ વિદ્યાર્થીઓને તથા વ્યાયામ શિક્ષકશ્રી રમેશભાઈ ચૌધરી અને શ્રી ભાવેશભાઈ ચૌધરીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી રાજ્ય કક્ષાએ ચેમ્પિયન બને તેવા શુભાશિષ પણ પાઠવ્યા હતા.
«
Prev
1
/
66
Next
»
ખેરગામ તાલુકાના આદિમ જુથ આદિવાસી પરિવારોને મૂળભૂત સુવિધાઓ આપવા માટે રેલી યોજી મામલતદાર ને આયોજનપત્ર