વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
નવા વર્ષ 2082નો પ્રથમ સતસંગ વલસાડ તાલુકાના બિનવાડા ગામે જલારામ ધામ ખાતે પ્રસિદ્ધ કથાકાર પ્રફુલભાઇ શુક્લના સાનિધ્યમાં યોજાયો હતો.આ પ્રસંગે રમણભાઇ ભગતજી તથા ગ્રામજનોએ પ્રફુલભાઇ શુક્લનું હાર્દિક સ્વાગત કર્યું હતું.જલારામ યુવક મંડળના સભ્યો — પ્રજ્ઞેશભાઈ પટેલ, તુષાર પટેલ, અંકિત પટેલ, અરુણભાઈ સહિતે — કથાકારનું અભિવાદન કર્યું હતું.કથાકાર ભાસ્કરભાઈ દવેએ પ્રસંગિક ઉદબોધન આપ્યું હતું.પ્રફુલભાઈ શુક્લે સતસંગના આરંભે કહ્યું કે —> “જેને ભગવાનની કથા શ્રવણ કરવાનો રસ છે, એ પ્રભુના હૃદયમાં વસે છે.હનુમાનજી સદૈવ રામકથા સાંભળે છે, એટલે જ એ રામને અતિ પ્રિય છે.સતસંગ વિનાનો મનુષ્ય પશુ સમાન છે.”વરસાદ હોવા છતાં ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્સાહપૂર્વક પ્રફુલભાઇની કથા સાંભળી હતી.આ પ્રસંગે 19 જાન્યુઆરી 2026થી બિનવાડા ગામે મહા નવરાત્રી દરમ્યાન પ્રફુલભાઇ શુક્લની દેવી ભાગવત કથા યોજાવાની ઘોષણા પણ કરવામાં આવી હતી.ઉપસ્થિત ભક્તોએ તાળીઓના ગડગડાટથી આ જાહેરાતને હર્ષભેર સ્વીકારી હતી.