સાબરકાંઠા જિલ્લામાં સ્વતંત્રતા સપ્તાહ દરમિયાન હર ઘર તિરંગા કાર્યક્રમ યોજાશે

*સાબરકાંઠા જિલ્લામાં સ્વતંત્રતા સપ્તાહ દરમિયાન હર ઘર તિરંગા કાર્યક્રમ યોજાશે*
*******
સાબરકાંઠા જિલ્લાના નાગરિકોમાં રાષ્ટ્રભાવના વધુ મજબૂત બને અને રાષ્ટ્રધ્વજ માટે માન સન્માન વધે તે ઉદ્દેશથી જિલ્લામાં હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં પદાધિકારીશ્રીઓ અને અમલીકરણ અધિકારીશ્રીઓ સાથે સુચારુ આયોજન અંગે બેઠક યોજાઇ હતી.
સાબરકાંઠા જિલ્લામાં હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત આઠ ઑગસ્ટે શાળાઓમાં ટ્રેડીશનલ ડે તથા ફેન્સી ડ્રેસ કોમ્પીટેશનની ઉજવણી, નવ ઑગસ્ટે શાળાઓમાંહર ઘર તિરંગા થીમ આધારીત ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું આયોજન છે.
આ કાર્યક્રમ અંતર્ગત તા.૧૦/૮/૨૦૨૪ થી તા.૧૩/૦૮/૨૦૨૪ સુધી જિલ્લાના તમામ ઘરો દુકાનો ઉદ્યોગો અને વેપારી ગૃહો સરકારી અને ખાનગી કચેરીઓ વગેરે તમામ જગ્યાએ રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે અને તે થકી લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગૌરવની ભાવના જાગે તે આ કાર્યક્રમનો હેતુ છે.
આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની તમામ નગરપાલિકા વિસ્તારના તમામ લોકો ઉપર્યુક્ત કાર્યક્રમમાં વિશાળ જન ભાગીદારી સાથે જોડાય અને જિલ્લાની તમામ નગરપાલિકા વિસ્તાર, તમામ સસ્તા અનાજની દુકાનો, એ.પી.એમ.સી., સહકારી મંડળીઓ, દૂધ મંડળીઓ તેમજ સરકારી કચેરીઓ, ભવનો, શાળા, કોલેજ, અન્ય તમામ શૈક્ષણિક સંસ્થાઓ આંગણવાડીઓ, જેલ, પોલીસ સ્ટેશન, બસ સ્ટેશન, પેટ્રોલ પંપ, હોટેલ, ઉદ્યોગ ગૃહો, વાણિજ્ય સંસ્થાઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સી.એચ.સી. વગેરે તમામ જગ્યાએ આદરપૂર્વક રાષ્ટ્રધ્વજ લહેરાવવાનો કાર્યક્રમ યોજાશે. સાબરકાંઠા જિલ્લામાં ‘હર ઘર તિરંગા’અંતર્ગત તમામ ઘરો અને મકાનો ઉપર રાષ્ટ્ર ધ્વજ ફરકાવા જિલ્લા કલેક્ટરશ્રીએ અપિલ કરી છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, અધિક નિવાસી કલેકટર સુશ્રી ક્રિષ્ના વાઘેલા, પ્રાયોજના વહીવટદારશ્રી વિશાલ સક્શેના,પ્રાંત અધિકારીશ્રીઓ સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ:- પ્રતિક ભોઈ



