BANASKANTHAGUJARATPALANPUR
પાલનપુર તાલુકાની ટોકરીયા પ્રાથમિક શાળામાં હર ઘર તિરંગા યાત્રા યોજાઈ

14 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર તાલુકાની ટોકરીયા પ્રાથમિક શાળામાં હર ઘર તિરંગા યાત્રા યોજાઈ આ વર્ષે સ્વતંત્રતા દિવસની ઉજવણી ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા, સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ“ થીમ હેઠળ થઈ રહી છે. આ થીમનો મુખ્ય ઉદ્દેશ દરેક ઘરમાં તિરંગો લહેરાવવાની સાથે આપણા વાતાવરણને સ્વચ્છ રાખવાનો પણ છે. આ પ્રસંગે શાળાના શિક્ષકો, SMC કમિટી મેમ્બર ઉપસ્થિત રહ્યા હતા. જિજ્ઞાસાબેન પ્રજાપતિ, કુસુમબેન પરમાર, કમુબેન ભીલ, અંજનાબેન ઠાકોર હાજર રહ્યા.બાળકોએ તિરંગા ધ્વજ સાથે સાથે નારાઓ બોલતાં બોલતાં ગામમાં પ્રસ્થાન કર્યું. શાળાના આચાર્યશ્રી રામજીભાઈ હેમરાજભાઈ રોટાતરે SMC અધ્યક્ષ અને કમિટી મેમ્બર તથા શાળા પરિવાર તેમજ આ પ્રસંગે ઉપસ્થિત રહેનાર તમામનો આભાર માન્યો હતો.






