GUJARATMAHISAGARSANTRAMPUR

લુણાવાડા તાલુકાના પટ્ટણ ગામે પંચાયતના ઓપરેટર દ્વારા દાખલા માટે કરાતી હેરાનગતિ

રિપોર્ટર….
અમીન કોઠારી મહીસાગર….

લુણાવાડા તાલુકામાં આવેલ પટ્ટણ ગામે પંચાયત ના ઓપરેટર દ્વારા દાખલા માટે કરાય છે હેરાનગતિ!

ગુજરાતની સરકાર જ્યારે પેન્શનર યોજનાઓ કે પછી ગામડામાં થતી ગ્રામ પંચાયતને લગતી કોઈપણ નવીન વિવિધ યોજનાઓ માટે સહાય અને મદદરૂપ થતી હોય છે ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલ પટ્ટણ ગામમાં ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર ગૌરાંગભાઈ માછી દ્વારા તે ગામમાં રહેતા જવરબેન રૂપાભાઈ માછી કે જેઓને બે મહિનાથી તારીખો પર તારીખો આપી બહાના આપતા રહે છે હવે જેમનો ગુજરાન ચલાવવું અઘરું છે તેવા જવરબેન માછીને પેન્શનર યોજના માટે કોનો સહારો લે? જેમ જેમ મોંઘવારી વધતી ગઈ તેમ તેમ હવે જીવન જીવવું પણ મુશ્કેલ બનતું તેમને દેખાઈ રહ્યું છે ત્યારે તેમના નજીકના સંબંધી દ્વારા પરસોત્તમભાઈ માછી તેઓએ ગ્રામ પંચાયતના ઓપરેટરને વારંવાર પૂછપરછ કરી તથા સરપંચ ને જાણ કરતાં સરપંચ દ્વારા પણ અનેક વખત ઓપરેટરને જાણ કરવા છતાં તેમનું કામ હજુ પણ બે મહિનાથી અટકેલ છે હવે પરસોત્તમભાઈ માછી દ્વારા આ પેન્શનલ યોજના ના લાભ લેવા માટે જવરબેન રૂપાભાઈ માછી સાથે હવે ઉચ્ચ અધિકારીઓને મળવાનું પણ ચાલુ કર્યું છે છતાં પણ તેમનું કામ હજુ સુધી થયેલ ન હતું
હવે આ સરકાર દ્વારા કરવામાં આવતી યોજનાઓનું જો આ જ રીતે પાલન કરવામાં ન આવે તો તેવી યોજના નું શું કામ તેઓ પરસોત્તમભાઈ લાલાભાઇ માછી દ્વારા જણાવેલ હતું
ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર ગૌરાંગભાઈ માછી ને લોકસત્તા જનસત્તાના રિપોર્ટર દ્વારા ટેલીફોનિક પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે તે બહેનનો કાગળ પૂરતા પ્રમાણમાં નથી તેમાં મરણનો દાખલો પણ નથી તો ક્યાંથી તેમને કરી આપવામાં આવે આમ કહીને તેમને જે ગામના મરણ પામેલ વ્યક્તિનું તલાટી દ્વારા દાખલો નહીં આપેલ તેવીવાતચીત કરવામાં આવેલ છે..

હવે જોવું રહ્યું કે આ બેનને પેન્શનલ યોજના નો લાભ ક્યારે મળે આમાં સરકાર ના અધિકારીઓ સુ નિર્ણય પર પહોંચે તે હવે જોવું રહ્યું

Back to top button
error: Content is protected !!