MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી રવાપર – નદી અને ભક્તિનગર બંને શાળાનો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ યોજાયો 

MORBI:મોરબી રવાપર – નદી અને ભક્તિનગર બંને શાળાનો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ યોજાયો

 

 

મોરબી રવાપર – નદી અને ભક્તિનગર બંને શાળાનો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ – ૨૦૨૫ જિલ્લા મહિલા અને બાળ અધિકારી જલ્પાબેન ત્રિવેદીના અધ્યક્ષતામાં રવાપર- નદી પ્રાથમિક શાળામાં યોજાયેલ હતો.તેમાં ગામના સરપંચશ્રી, એસ એમ સી ના અધ્યક્ષ શ્રી સમિતિના સભ્યો અને બહોળી સંખ્યામાં વાલીગણ તેમજ ગ્રામજનો ની હાજરી માં યોજવામાં આવેલ હતો. નવા પ્રવેશપાત્ર બાળકોને શૈક્ષણિક કીટ આપીને શાળા માં પ્રવેશ કરાવ્યો હતો, તેમજ બાહ્ય પરીક્ષામાં મેરીટમાં આવનાર વિદ્યાર્થીઓને ઈનામ આપી તેમજ દરેક ધોરણમાં ત્રણ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને અભ્યાસની કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જિલ્લા મહિલા અને બાળ અધિકારી જલ્પાબેન ત્રિવેદી એ તેમના પ્રાસંગિક પ્રવચનમાં જણાવતા દીકરીઓના શિક્ષણ બાબતે વાલીઓ ને ખાસ ટકોર કરતા જણાવ્યું કે દીકરી ગામમાં અભ્યાસ હોય ત્યાં સુધી ભણે છે પછી બહાર ભણવા જવાનું થાય ત્યારે અભ્યાસ છોડી દીએ છે. તે બાબતે દરેક વાલી જાગૃત બની આગળ દિકરીને ભણાવશે. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શાળા આચાર્ય શ્રી જયંતિલાલ કુંડારિયા એ કર્યું હતું. પ્રસંગે ગ્રામજનો તરફથી 1 લાખ રૂપિયા જેવું વસ્તુના સ્વરૂપે દાતા તરફથી દાન મળેલ કાર્યક્રમના અંતે આભારવિધિ સંજય ભાઈ ડાંગર દ્વારા કરવામાં આવી હતી. રોટરી ગ્રામ પ્રા. શાળા ના આચાર્ય મણિલાલ વી.સરડવા ખાસ હાજર રહ્યા હતા. એસ.એમ.સી. સમિતિની મિટિંગમાં જાણકારી મેળવી હતી.છેલ્લે વૃક્ષારોપણ કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલ હતો. સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા બંને શાળાના શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!