
આમ આદમી પાર્ટી ના હરિસિંગ વસાવા કોંગ્રેસમાં જોડાયા
તાહિર મેમણ – ડેડીયાપાડા – 08/04/2026 – ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો નજીક આવતા જ રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે.આ તમામ ઘટનાઓએ ચૂંટણી પહેલા જ રાજ્યનું રાજકીય તાપમાન વધારી દીધું છે.નર્મદા જિલ્લાના રાજકારણમાં એક મહત્વપૂર્ણ ફેરફાર સામે આવ્યો છે. આમ આદમી પાર્ટી (AAP) ના લીગલ એડવોકેટ હરિસિંગ વસાવા સત્તાવાર રીતે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં જોડાયા છે. ડેડીયાપાડા ખાતે પૂર્વ ધારાસભ્ય મહેશ વસવાની અધ્યક્ષતામાં તેમણે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો.
સ્થાનિક રાજકીય વર્તુળોમાં આ ઘટનાને AAP માટે મોટું ગાબડું માનવામાં આવી રહ્યું છે. નર્મદા જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષોમાં જોડાણ અને છોડાણની પ્રક્રિયા તેજ બની છે.
હરિસિંગ વસાવાએ AAP માંથી રાજીનામું આપી કોંગ્રેસમાં જોડાતા, જિલ્લાના રાજકીય સમીકરણોમાં બદલાવ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.




